છઠપૂજાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે વધુ એક અનારક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવેનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ છઠપૂજા નિમિત્તે મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અનારક્ષિત સુપરફાસ્ટ ટ્રેન (બે ફેરા) ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન સંપૂર્ણપણે અનારક્ષિત હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટથી મુસાફરી કરી શકશે.

ટ્રેનની વિગતો

ટ્રેન નંબર 09447 અને 09448 દ્વારા સેવા આપવામાં આવશે. ટ્રેનનું સમયપત્રક અને વિગત નીચે મુજબ છે:

  • અમદાવાદ-રાજગીર સ્પેશિયલ (ટ્રેન નંબર 09447): આ ટ્રેન 12 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદથી રાત્રે 23.55 વાગ્યે પ્રસ્થાન કરીને 14 નવેમ્બર 2026 ના રોજ સવારે 11.45 વાગ્યે રાજગીર પહોંચશે.
  • રાજગીર-અમદાવાદ સ્પેશિયલ (ટ્રેન નંબર 09448): વળતી દિશામાં ટ્રેન 14 નવેમ્બર 2026 ના રોજ રાજગીરથી બપોરે 14.45 વાગ્યે પ્રસ્થાન કરીને 15 નવેમ્બર 2026 ના રોજ રાત્રે 23.25 કલાકે અમદાવાદ પરત આવશે.

સ્ટોપેજ

આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં નીચેના સ્ટેશનો પર રોકાશે: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડૌન સિટી, બયાના, ઈદગાહ, આગરા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પં. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર, શરીફ, નાલંદા.

મહત્વની માહિતી

મુસાફરો માટે મહત્વની માહિતી રેલવે તંત્રની જાણકારી અનુસાર આ સ્પેશિયલ ટ્રેનના તમામ કોચ પૂર્ણ રીતે અનારક્ષિત (જનરલ) હશે, જેથી મુસાફરો સ્ટેશનો પરથી સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.