યુજીસી-નેટ ડિસેમ્બર 2026નું વિષયવાર ટાઈમટેબલ
મુંબઈ: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી-નેટ ડિસેમ્બર 2026ની પરીક્ષાનું વિગતવાર વિષયવાર ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા 14 થી 18 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર, 2026ના રોજ કમ્પ્યુટર આધારિત (સીબીટી) પદ્ધતિથી બે સત્રમાં લેવામાં આવશે. આ પરીક્ષા હવે જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટંટ પ્રોફેસર પદ તથા PHD પ્રવેશ માટે પણ લેવામાં આવે છે.
પરીક્ષાની તારીખો અને પદ્ધતિ NTA એ જણાવ્યુ છે કે યુજીસી-નેટ ડિસેમ્બર 2026ની પરીક્ષા 14 થી 18 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર, 2026ના રોજ CBT પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષા દરરોજ બે સત્રમાં યોજાશે. પ્રથમ સત્ર સવારે 9થી બપોરે 12 સુધી અને બીજું સત્ર બપોરે 3થી સાંજે 6 સુધી રહેશે.
વિષયવાર શેડ્યૂલ
વિષયવાર શેડ્યૂલ નીચે મુજબ છે:
- 14 ડિસેમ્બર: ઇતિહાસ, સંગીત, શિક્ષણ, સમાજકાર્ય, મનોવિજ્ઞાાન અને મેનેજમેન્ટ.
- 15 ડિસેમ્બર: અંગ્રેજી, રાજ્યશાસ્ત્ર, કોમર્સ, શારીરિક શિક્ષણ, કાયદો અને વિવિધ કલા વિષયો.
- 16 ડિસેમ્બર: મરાઠી, ભૂગોળ, પંજાબી,tamિલ સહિતની ભાષાઓ.
- 17 ડિસેમ્બર: હિન્દી, અર્થશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા, જનસંચાર અને પત્રકારત્વ, સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાાન તથા પ્રવાસન વહીવટ.
- 21 ડિસેમ્બર: ગુજરાતી, સંસ્કૃત, બોડો, આંતરરાષ્ટ્રીય સંબંધો, માનવ અધિકાર, આંકડાશાસ્ત્ર અને પુરાતત્ત્વશાસ્ત્ર.
સૂચનાઓ અને સંપર્ક: ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રનું શહેર દર્શાવતી સૂચના પરીક્ષાના 21 દિવસ પહેલાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા સંબંધિત નવીનતમ સૂચનાઓ, સમયપત્રક અને અન્ય માહિતી માટે યુજીસી-નેટની સત્તાવાર સાઇટની નિયમિત મુલાકાત લેવી જરૂરી છે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી અથવા શંકા માટે ઉમેદવાલો 011-40759000 પર સંપર્ક કરી શકે છે.