વાયરલ વીડિયો: તેલંગણા વિધાનસભા પરિસરમાં અધિકારી ચક્કર ખાઈને પડી ગયા; મંત્રીએ CPR આપ્યા છતાં જીવ નહીં બચ્યો

તેલંગણા વિધાનસભા અધિકારી CPR

તેલંગણાના વિધાનસભા સંકુલમાં મંગળવારે સવારે એક અધિકારી અચાનક બેભાન પડી ગયા અને જમીન પર ઢળી પડ્યા. સમાચાર એજન્સી PTI દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં દેખાય છે કે પશુપાલન મંત્રી વાકિતિ શ્રીહરિ સ્થાનિકો સાથે દોડી આવીને આ અધિકારીને સીપીઆર (CPR) આપી રહ્યા છે. ત્યારબાદ તબીબી સ્ટાફને બોલાવી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઇ જવાયા, પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.

વિગતવાર ઘટના PTI દ્વારા બહાર પાડેલ વિડીયોના અણુસારે, ઉર્જા વિભાગના ખાસ મુખ્ય સચિવ નવીન મિત્તલના અંગત સચિવ રાજુ અચાનક બીમાર પડી ગયા અને વિધાનસભા પરિસરમાં જમીન પર ઢળી પડ્યા. ઘટનાસ્થળે હાજર પશુપાલન મંત્રી વાકિતિ શ્રીહરિ એ તાત્કાલિક CPR પ્રદાન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તબીબી સ્ટાફને બોલાવવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો તેમ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

CPR શું છે અને ક્યારે કરવી? કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ હૃદય ધબકતું બંધ થઈ જાય ત્યારે ઉપયોગમાં લેવાતી કટોકટી જીવન બચાવનારી પ્રક્રિયા છે. જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થાય, યોગ્ય પ્રતિસાદ ન આપે અથવા તેનો શ્વાસ બંધ થઈ ગયો હોય તો તરત મેડિકલ ઇમર્જન્સી/એમ્બ્યુલન્સને ફોન કરી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી વિલંબ કર્યા વિના CPR શરૂ કરવી જોઈએ, કારણકે વિલંબની દરેક સેકન્ડ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે.