SIR પ્રક્રિયા RTI ખુલાસો
RTIના જવાબનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ સાંસદ ઈશા ખાન ચૌધરીએ ચિંતાનો ઇજહાર કર્યો છે. RTIમાં જણાવવામાં આવ્યું છે કે SIR પ્રક્રિયામાં મોટાભાગના નામ પાછા જોડાયા હતા અને આ મુદ્દે ગંભીર પ્રશ્ન ઉઠ્યા છે. RTIમાં કઈ વિગતો આપવામાં આવી છે? RTIના જવાબ અનુસાર SIR પ્રક્રિયામાં કુલ 2,728,500 લોકોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે કુલ 3,810,620 અપીલો દાખલ કરવામાં આવી.
RTIમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 91% નામ પાછા જોડાયા હતા. આ ખુલાસાના આધારે કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે અને પક્ષે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્ઞાનેશ કુમારે ચૂંટણી ચોરી કરી છે.