ઇક્વિટી ઇનફ્લોમાં SIPનો હિસ્સો 83%; ઓગસ્ટમાં રૂ. 32,297 કરોડની સર્વકાલીન ઊંચાઇ

SIPનો હિસ્સો 83%; ઓગસ્ટમાં રૂ. 32,297 કરોડની સર્વકાલીન ઊંચાઇ

અમદાવાદ: નબળા વળતર અને બજારની અસ્થિરતાના માહોલે રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની રીત બદલી છે. હવે રોકાણકારો એકસાથે લમ્પસમ બદલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા ધીરે-ધીરેએ હપ્તાવાર રોકાણ કરવા વધારે પસંદ કરી રહ્યાં છે.

AMFI ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2026 (FY26)માં ઇક્વિટી સ્કીમોના કુલ ઇનફ્લોમાં SIPનો હિસ્સો 83% રહ્યો હતો. વર્ષવાર SIPનો ફાળો નીચે મુજબ છે: FY22: 49%, FY23: 74%, FY24: 67%, FY25: 57%, FY26: 83%.

ઓગસ્ટમાં રેકોર્ડ ઇનફ્લો ડેટા પ્રમાણે SIP ઇનફ્લો રૂ. 32,297 કરોડની સર્વકાલીન ઊંચાઈ પર પહોંચ્યો. તે મહિનામાં SIPનો ઇક્વિટી ફંડ ઇનફ્લોમાં હિસ્સો 89% નોંધાયો, જે દર્શાવે છે કે નવા રોકાણનો મોટો ભાગ SIP મારફતે આવ્યો હતો.

SIPની લોકપ્રિયતા

ફંડ ઇન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર SIPની વધતી લોકપ્રિયતાના પાછળ મુખ્ય કારણો માર્કેટની અસ્થિરતા, રોકાણકારોમાં વધતી નાણાકીય જાગૃતિ, સરળ ડિજિટલ સુવિધાઓ અને ટાયર-2 તથા ટાયર-3 શહેરોમાંથી વધી રહેલી ભાગીદારી છે. નાની રકમથી નિયમિત રીતે રોકાણ કરવાની સુવિધા અને ઓછા પ્રવેશ અવરોધોને કારણે નાના શહેરોના રોકાણકારો માટે SIP વધુ અનુકૂળ બની રહ્યું છે.

ચેતાવણી અને સ્થિતિ જ્યારે SIP ઇનફ્લો વૃદ્ધિ પામી છે, ત્યારે ધીમા વળતર અને બજારની અસ્થિરતાને કારણે SIPના રિડેમ્પ્શનમાં પણ વધારો નોંધાયો છે. તેમ છતાં, ફંડ મેનેજર્સ માને છે કે બજારની મંદીમાં પણ SIP ઇનફ્લો ટકી રહેવું એ સૂચવે છે કે આ પ્રોડક્ટ પરિવારોની રોકાણની રીતમાં સારી રીતે સમાવવામાં આવી રહી છે.