સયાજીબાગ ટાંકીની પાણી લાઈન્સ શિફ્ટ
વડોદરાના સંકલ્પ ભૂમિ પાસે વિશ્વામિત્રી નદીમાં આવેલા સયાજીબાગ ટાંકીની પાણીની લાઈન્સ શિફ્ટ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વારંવાર લીકેજ અને ચોમાસામાં સમારકામની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ અનિવાર્ય કામગીરી કરાવી હતી. રૂ.2,01,06,426ના અંદાજ સામે કુલ ખર્ચ રૂ.2,79,47,932 આવ્યો છે, જેથી રૂ.78.41 લાખનો વધારાનો ખર્ચ થયો છે.
કારણો અને જરૂરિયાત દરખાસ્ત પ્રમાણે વોર્ડ નંબર ૩માં વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતા બે પાણીની લાઈન્સ વારંવાર લીકેજ થતા અને ચોમાસામાં નદીનું જળસ્તર વધવાથી સમારકામ માટે મુશ્કેલી સર્જાતી હતી. લીકેજના કારણે દૂષિત પાણી અને નીચા પ્રેશરના ફરિયાદો પણ વધતી હતી.
આ પરિસ્થિતિને દૂર કરવા સંકલ્પ ભૂમિ પાસે નદીમાં સ્ટીલનો બ્રિજ બનાવી પાણી અને ડ્રેનેજ લાઈન્સને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવી. કામની શરૂઆત અને કાયદેસર આધાર આ કામગીરી ૩૦-૦૫-૨૦૨૫ દરમિયાન જીપીએમસી એક્ટની કલમ ૬૭-૩(સી) હેઠળ શરૂ કરાવી હતી.
દરખાસ્ત અને ખર્ચની વિગત કોર્પોરેશન દ્વારા રૂ.2,01,06,426ના અંદાજ સાથે ઓફર મંગાવવામાં આવી હતી. ઈજારદાર A.K. મેક ઈન્ફ્રા. પ્રા. લિ. દ્વારા પહેલા અંદાજપે આશરે ૪૭ ટકા વધુની ઓફર રજૂ કરવામાં આવી (સંદર્ભ: ૬-૦૬-૨૫). ઇજારદારને ભાવઘટાડ માટે કહેવામાં આવ્યા પછી તેમણે ૩૯ ટકા વધુ મુજબ રૂ.2,79,47,932 રકમથી કામ કરવાની સંમતિ આપી અને તે રકમ વ્યાજબી હોવાનું જણાવાતું છે.
કામની રચના અને અહેવાલ કાર્યક્ષેત્રમાં સંકલ્પ ભૂમિ પાસે વિશ્વામિત્રી નદીમાં સ્ટીલ બ્રિજ બનાવીને પાણી અને ડ્રેનેજ લાઈન્સ શિફ્ટ કરવામાં આવી છે. આ ખર્ચ અંગેની જાણ હેતુ માટે દરખાસ્ત સ્થાયીમાં મજૂરી માટે રજૂ કરવામાં આવી છે.