ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ ઓસ્કાર માટે સબમિટ
રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ના નિર્માતાઓએ આ ફિલ્મને 99મા ઓસ્કાર એવોર્ડ્સ માટે સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવે છે. નિર્માતાઓએ ફિલ્મને જનરલ કેટેગરીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ઓસ્કરનાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે ભારતની અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
ઓસ્કાર માટે સબમિશન અને ઉદ્દેશ નિર્માતાઓએ જણાવ્યું છે કે ‘રામાયણ: પાર્ટ 1’ને ઓસ્કારમાં મોકલવાનું મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરવું અને દેશનું ગૌરવ વધારવાનો છે. ફિલ્મને ઓસ્કરની જનરલ કેટેગરીમાં સબમિટ કરવાની કાર્યવાહી નિર્માતાઓ તરફથી કરવામાં આવી છે.
ઓસ્કારની લાયકાત અને નિયમો ઓસ્કાર એવોર્ડ્સના નિયમો મુજબ, કોઈ પણ ફિલ્મ દેશની સત્તાવાર એન્ટ્રી ન હોવા છતા પણ જો નિર્ધારિત શરતો પૂરી કરે તો જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. આ માટે ફિલ્મને અમેરિકાના કેટલીક નક્કી કરેલી સિટીઓ (જેમ કે લોસ એન્જિલસ, ન્યૂ યોર્ક, શિકાગો અને અન્ય)માં સતત સાત દિવસ સુધી થિયેટરોમાં દર્શાવવામાં આવવી જરૂરી હોય છે.
બોક્સ ઓફિસ પર સિદ્ધિ
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણ: પાર્ટ 1’એ રિલીઝના પહેલાના 6 દિવસમાં ભારતમાં રૂ. 403.95 કરોડ અને વિશ્વભરમાં રૂ. 673.90 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન નોંધ્યું છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય અનુભવ સમાચાર પ્રમાણે ફિલ્મ સાથે જોડાયેલી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) કંપનીએ હોલીવુડની મોટી ફિલ્મો પર કામ કર્યું છે અને તે કંપનીે અગાઉ 8 ઓસ્કાર એવોર્ડ્સ જીત્યા હોવાનું જણાવાયું છે.
નિર્માતાઓએ આ આંતરરાષ્ટ્રીય અનુભવનો આધાર લઈને ફિલ્મને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ફિલ્મોની સ્થિતિ આ વર્ષે મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. સાથે જ નાગા ભાષાની ફિલ્મ ‘અંગ’ને ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં એવોર્ડ મળવાને કારણે સીધી પાત્રતા મળી છે.
સમાચાર મુજબ ‘ગોંધલ’, ‘અંગ’ અને ‘રામાયણ’ ત્રણે બનાવી ઓસ્કારની રેસ સાથે જોડાઇ ગયેલ ફિલ્મો છે.