વડોદરા વિભાગે પ્રતાપનગર-ચર્લપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન શરૂ

પ્રતાપનગર-ચર્લપલ્લી ફેસ્ટિવલ ટ્રેન શરૂ

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે પ્રતાપનગર અને ચર્લપલ્લી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન પ્રતાપનગરથી રવિવારે સાંજે 7:50 PM પર ઉપડી અને બીજા દિવસે 8:30 PM પર ચર્લપલ્લી પહોંચશે.

ચર્લપલ્લીથી ટ્રેન શનિવારે સાંજે 4:00 PM પર ઉપડી અને બીજા દિવસે 5:50 PM પર પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પુણે, સિકંદરાબાદ સહિતના સ્ટેશનો પર રોકાશે.