NHAIએ એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવે માટે નવી ડિઝાઇન અને બાંધકામ માર્ગદર્શિકા જાહેર કરી
દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ એક્સપ્રેસવે સિવાયના હાઈસ્પીડ અને એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે માટે નવી ડિઝાઇન અને બાંધકામ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમોનો હેતુ હાઈસ્પીડ કોરિડોરમાં સલામતી વધારવી, ટ્રાફિકની અવરજવર સરળ બનાવવી અને વિવિધ પ્રોજેક્ટોમાં એકસમાન ટેકનિકલ ધોરણો લાગુ કરવાનો છે.
માર્ગદર્શિકા Greenfield અને Brownfield બંને પ્રકારના 4 અને 6 લેન પ્રોજેક્ટ્સ પર લાગુ થાય છે. હાઈવે પહોળાઈ અને ટ્રાફિક આધારિત માપદંડ માર્ગદર્શિકા અનુસાર હાઈવેની પહોળાઈ ટ્રાફિકના અંદાજના આધારે નક્કી કરવામાં આવશે. મુખ્ય માપદંડો નીચે મુજબ છે: 15,000 સુધીના વાહન ટ્રાફિકવાળા 4 લેનના હાઈવે માટે 60 મીટર પહોળાઈ રાખવાની નિર્દેશ. 15,000થી 25,000 વાહનોના ટ્રાફિકવાળા કોરિડોરમાં 4 લેનના હાઈવે અને 6 લેનના સ્ટ્રક્ચર માટે 70 મીટર પહોળાઈ નક્કી કરી છે. 25,000થી 40,000 વાહનોના ટ્રાફિકવાળા 6 લેનના હાઈવે માટે પણ 70 મીટર પહોળાઈ રાખવાની સૂચના આપવામાં આવી છે.
એન્ટ્રી-એક્ઝિટ અને સલામતી વ્યવસ્થા માર્ગદર્શિકા હાઈસ્પીડ હાઈવે પર અચાનક એન્ટ્રી અથવા એક્ઝિટથી થતા અકસ્માતોના જોખમને ઓછુ કરવા માટે સુવિધા અને સિગ્નેજ પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપે છે. વાહનચાલકોને આગળ આવનારા પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગની અગાઉથી માહિતી માટે યોગ્ય સિગ્નેજ અને વ્યવસ્થા રાખવામાં આવનાર છે.
વધુમાં, એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવે પર અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે કોરિડોરની બહારની બાજુએ 1 મીટર ઊંચી બાઉન્ડ્રી વોલ બનાવવાની જોગવાઈ છે, જેથી અતિક્રમણ, ગેરકાયદે પ્રવેશ અને રખડતા પશુઓને રોકવામાં મદદ મળી શકે.
ઇન્ટરચેન્જ અને મહત્વના જોડાણ માર્ગદર્શિકા અનુસાર એક્સપ્રેસવે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપરાંત પોર્ટ, એરપોર્ટ, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ઔદ્યોગિક વિસ્તારો અને મોટા પ્રવાસન સ્થળો તરફ જતા માર્ગો સાથે જોડાણ માટે રેમ્પવાળા ઇન્ટરચેન્જ બનાવવાનો વલણ છે. આ વ્યવસ્થાથી હાઈસ્પીડ કોરિડોર પર સીધા ક્રોસિંગની જરૂરિયાત ઘટશે અને પ્રવેશ-નિગમિત રીતે સુવિધાજનક બનશે.
નવી માર્ગદર્શિકા આવતા 4 અને 6 લેનના Greenfield તથા Brownfield હાઈકસ્પીડ એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ માટે લાગુ રહેશે. તેનો હેતુ DPRથી લઈને ડિઝાઇન અને બાંધકામ સુધીના ધોરણોમાં એકરૂપતા લાવવાનો છે. લાંબા ગાળાના હેતુ અને વિઝન કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047 ના વિઝન હેઠળ 50,000 કિમીના એક્સેસ-કંટ્રોલ્ડ હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની લાંબા ગાળાની પરિકલ્પના છે. નવા માર્ગદર્શિકાને આ મોટા હાઈવે નેટવર્ક માટે એકસમાન ડિઝાઇન અને સુરક્ષા માળખું ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવેલું છે.