VIDEO|તાપી: ‘નેત્રમ’ના નેત્રોને આવ્યો મોતિયો? મોપેડને ‘કાચ પર ડાર્ક ફિલ્મ’નો મેમો અપાતા CCTV અને સિસ્ટમ પર ઉઠ્યા સવાલ | Gujarat Samachar

તાપી: નેત્રમ સીસીટીવી મેમોનો મામલો

તાપી જિલ્લાની વ્યારા નગરની એક ઘટના સામે આવી છે જ્યાં વ્યારાના એક મોપેડ ચાલકને સુરતના ઉમરપાડા ‘ત્રણ રસ્તા’ ખાતે રહેલ નેત્રમ સીસીટીવી દ્વારા આધારિત ઈ-મેમો મળ્યો હતો. મેમોમાં જણાવેલ કારણ ‘કાચ પર ડાર્ક ફિલ્મ’ બતાવવામાં આવ્યું હતું, જ્યારે એ વાહન ટીવીએસ મોપેડ (ટુ-વ્હીલર) હોવાનું છે.

સામાન્ય રીતે આવી મોપેડમાં કારની જેમ આગળનું કાચ ન હોવાને કારણે સ્થાનિકો અને વાહનચાલકો આશ્ચર્યમાં છે. વેર્વિધ વિગતો મેડવામાં આવેલ ઈ-મેમો મોટર વાહન અધિનિયમની કલમ 177 હેઠળ જાહેર થયેલ હોવાનું જાણવા મળે છે.

મેમામાં ઉલ્લેખિત કારણ અને વાહનના પ્રકાર વચ્ચેનું વિસંગતતાને કારણે ‘નેત્રમ’ સીસીટીવી નેટવર્ક અને મેમો જનરેશનની પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. સિસ્ટમ અને તંત્રની તપાસ માટે માંગ સ્થાનિકો અને વાહનચાલકોનો કહેવાનો છે કે અગાઉ પણ વિવિધ સ્થળોએ સીસીટીવી આધારિત ઈ-મેમાઓમાં વાહન નંબર અથવા પ્રકાર અંગે ભૂલ અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે.

વ્યારાના આ મામલે પણ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય રીતે ચકાસણી કરીને સ્પષ્ટતા અને જરૂરી સુધારા કરવાં જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.