લેબ પરીક્ષણમાં ફેલ નમૂનાઓ
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની દ્વિદળિયાં ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં કુલ 19 નમૂનાઓ ફેલ જાહેર થતા કોર્પોરેશને સંબંધિત સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટમાં અનાયા નેચરલ ઓઈલ્સ, તાજ ડેરી, શ્રી રામ દુગ્ધાલય અને અન્ય એકમોનો સમાવેશ છે. ફેલ થયેલા એકમો અને લેવાયેલા નમૂનાઓમાં નીચેના સામેલ છે:
- અનાયા નેચરલ ઓઈલ્સ (સમા-સાવલી રોડ) – સીંગતેલ (લૂઝ)
- તાજ ડેરી (સરદાર એસ્ટેટ) – ઘી (લૂઝ)
- શ્રી રામ દુગ્ધાલય (માંજલપુર ગામ) – ઘી (લૂઝ)
- અખર ડેરી ફાર્મ (મકરપુરા રોડ) – ઘી (લૂઝ)
- તાજવાલા ડેરી (સરદાર એસ્ટેટ) – ઘી (લૂઝ)
- ગૌરવ પ્રો. સ્ટોર (છાણી કેનલ રોડ) – તુવેર દાળ (લૂઝ)
- અમેઈરા ઓર્ગેનિક (મકરપુરા) – સીંગતેલ (લૂઝ)
- તડકા પંજાબ કા (તાંદળજા) – પનીર (પ્રિપેર્ડ ફૂડ)
- અસૌરા પ્રો. સ્ટોર (ગોત્રી રોડ) – ગોળ (લૂઝ)
- શ્રીજી ડેરી ફાર્મ એન્ડ સ્વીટ ફરસાણ (માણેજા ક્રોસિંગ) – ઘી (લૂઝ)
- શાશ્વત એન્ટરપ્રાઈઝ (સમા-સાવલી રોડ) – પનીર (પ્રિપેર્ડ ફૂડ)
- શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ (કારેલીબાગ) – પનીર (લૂઝ)
- લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ (તરસાલી રોડ) – ચટણી (લૂઝ)
- હૈદરાબાદીસ (ફતેગંજ) – ચિકન બિરયાની (પ્રિપેર્ડ ફૂડ)
- હૈદરાબાદીસ (ફતેગંજ) – વેજ બિરયાની (પ્રિપેર્ડ ફૂડ)
- અંબે એન્ટરપ્રાઈઝ (નિઝામપુરા) – શ્રી અનમોલ રતન ઘી (પાઉચ)
- શ્રી મોઢેશ્વરી મસાલા ભંડાર (ફતેપુરા) – અથાણા સંભાર (લૂઝ)
- શ્રીજી પ્રોવિઝન સ્ટોર (ગોત્રી રોડ) – ગોળ (લૂઝ)
- નટ્સ એન્ડ ડિલાઈટ્સ (આજવારોડ) – વિલેજ કાઉ ઘી (બોટલ)
લેબોરેટરી રિપોર્ટ મુજબ ફેલ જાહેર થયેલ નમૂનાઓના આધારે કોર્પોરેશન દ્વારા સંબંધિત સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.