ખેડામાં રિક્ષા અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત, 4 ગંભીર

ખેડામાં રિક્ષા અને ઈકો અકસ્માતની ઘટના

ખેડાના માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક રિક્ષાને ઈકો કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 3 લોકોને ઘટનાસ્થળે જ મોત થયું હતું અને 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, પૂરપાટ આવતી ઈકો કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટના થાય તે જ સમયે સ્થાનિક લોકો એકઠા થયા અને મદદ માટે 108ને જાણ કરી હતી. આ કારણે માતર-તારાપુર માર્ગ પર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો.

પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત ધારાસભ્ય પણ તપાસ સ્થળે દોડી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.