જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથથી પરત ફરતો ટ્રાન્સ ભારત એવિએશનનો હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ થઇ ગયો છે જેમાં પાયલટ સહિત કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ચમોલી પોલીસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
દુરઘટના સામે આવતા ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) દ્વારા ટ્રાન્સ ભારત એવિએશનની સમગ્ર ફ્લીટને ગ્રાઉન્ડ કરવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે.
હેલિકોપ્ટરના ઉડાનની વિગતો
ઘટનાની વિગત UCADAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રતીક જૈને આપેલી માહિતી અનુસાર, ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર (VT-HCX) બપોરે આશરે 1:14 કલાકે બદરીનાથથી દેહરાડૂનના સહસ્ત્રધારા તરફ રવાના થયું હતું. ઉડાન દરમિયાન જ્યારે હેલિકોપ્ટર જોષીમઠ ખીણ પાસ કરી રહ્યું હતું ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો સંપર્ક કપાઈ ગયો અને ટ્રેકિંગ સિસ્ટમ પરથી તેનું લોકેશન ગાયબ થઈ ગયું.
બાદમાં જાણકારી મળી છે કે હેલીક્રોપ્ટર જોષીમઠ નજીક હાથી પહાડ પાછળ આવેલા ચાયી ગામ વિસ્તારમાં ક્રેશ થયું હતું. મૃતકોની ઓળખ અને સ્થિતિ ચમોલી પોલીસ અને વહીવટી તંત્રની તપાસમાં જણાવ્યું છે કે ક્રેશમાં પાયલટ સહિત તમામ મુસાફરોનું મૃત્યુ થયું છે.
પેસેન્જર મેનિફેસ્ટ મુજબ હેલિકોપ્ટરમાં નીચેના લોકો સવાર હતા: પાઇલટ કૅપ્ટન હિમાંશુ પ્રતાપ, અરુણ શંકર ગૌડા, સુધીર કે, અને એચએસ નટરાજ.
રેસ્ક્યૂ કામગીરી
રેસ્ક્યૂ કામગીરી અને પરિસ્થિતિ ઘટનાની જાણ થતાં જ ચમોલી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, એસડીઆરએફ (SDRF), સ્વાસ્થ્ય વિભાગ અને ભારતીય સેનાની ટુકડી ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. વિસ્તરમાં સતત વરસાદ અને ગાઢ વાદળો છવાયેલા હોવાને કારણે વિઝિબિલિટી બહુ નીચી હતી, જેનાથી રેસ્ક્યૂ ટીમો માટે ઘટના સ્થળ શોધવામાં મુશ્કેલીઓ સામે આવી.
UCADAની કાર્યવાહી અને તપાસ ઘટનાની ગંભીરતા વચ્ચે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) દ્વારા તાત્કાલિક પગલાં લઈને ટ્રાન્સ ભારત એવિએશનના તમામ હેલિકોપ્ટરોની ઉડાન પર પ્રતિબંધ મૂકવાનો અને સમગ્ર ફ્લિટને ગ્રાઉન્ડ કરવાની સૂચના જારી કરવામાં આવી છે. વહીવટી તંત્રએ આ મામલે વિસ્તૃત તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે.