ઝારખંડનું પરંપરાગત વાદ્ય ‘માદર’ને GI ટેગથી સન્માન

ઝારખંડનું પરંપરાગત વાદ્ય માદર

ચેન્નઈ સ્થિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી દ્વારા ઝારખંડના પરંપરાગત વાદ્યયંત્ર માદર ને ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ ટેગ માદરની ભૌગોલિક, સાંસ્કૃતિક અને પરંપરાગત ઓળખને સત્તાવાર માન્યતા આપે છે.

માદર ઝારખંડનું પરંપરાગત તાલ વાદ્યયંત્ર છે, જે આદિવાસી સંસ્કૃતિ, લોકસંગીત, સામુદાયિક મેળા અને વિવિધ ઉત્સવો સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તેની રચનામાં પરંપરાગત કારીગરી અને સ્થાનિક સ્તરના લાલ માટીનો ઉપયોગ થાય છે, અને સ્વદેશી નિર્માણ તકનીકો લાગુ થાય છે.

સામાન્ય ઢોલ કે ઢોલકથી વિભિન્ન, માદરના એક ભાગને સંપૂર્ણપણે માટીમાંથી બનાવવામાં આવતુ હોય છે, જે તેના અનોખા અવાજ અને માળખા માટે જવાબદાર છે. GI ટેગનું આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વ GI રજિસ્ટ્રી દ્વારા આ સત્તાવાર દરજ્જો આપવામાં આવવાથી માદરના પરંપરાગત કારીગરોને કાનૂની રક્ષણ મળશે અને તેમને એક વિશિષ્ટ ઓળખ મળશે.

આ પગલાથી બજારમાં માદરની વ્યાપારી તકો વધવાની અને ઝારખંડની સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઝારખંડના અન્ય GI ટેગ પ્રાપ્ત ઉત્પાદનોમાં સોહરાઈ ખોવર પેઇન્ટિંગ સામેલ છે, જે ઝારખંડ રાજ્યનું GI ટેગ મેળવનાર સૌપ્રથમ ઉત્પાદન છે.