હાઈકોર્ટનો મહત્વનો આદેશ
હાઈકોર્ટે વેચાણવેરાની અપીલો અંગે મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે જે કરદાતાઓએ નોટિફિકેશન પર આધાર રાખીને 31 જાન્યુઆરી 2024 પહેલાં અપીલ કરી છે, તેમને સુનાવણીનો અધિકાર ન આપવો અન્યાયી રહેશે. કોર્ટે નોંધ્યું છે કે નોટિફિકેશનનો હેતુ કરદાતા અને મહેસૂલ બંનેના હિતમાં હતો અને સંબંધિત પ્રાધિકારીઓ આ નોટિફિકેશનથી અજાણ ન રહી શકે.
અપીલને લગતી સ્થિતિ
હાઈકોર્ટનો નિવેદન કોર્ટનું મંતવ્ય હતું કે નોટિફિકેશનને ધારણા બનાવી અપીલ દાખલ કરનારા કરદાતાઓને સુનાવણીથી વંચિત રાખવા જેવી સ્થિતિ અન્યાયપૂર્ણ છે. આવા કરદાતાઓને તેમણે અગાઉ અપીલ કરી નિષ્ફળ થયેલ કરદાતાઓ કરતા તલાત્મક રીતે નીચા સ્તરે ન મૂકી શકાય તે કોઝ કોર્ટે ખાસ દર્શાવ્યું.
52મી GST કાઉન્સિલ અને નોટિફિકેશનનું હેતુ કોર્ટે 52મી GST Councilની બેઠકની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કાઉન્સિલે નોંધ્યું હતું કે અનેક અપીલો સમયમર્યાદાના કારણે ફગાવવામાં આવી રહી હતી અથવા પેન્ડિંગ હતી. આ સમસ્યા દૂર કરવા અને જરૂરી પ્રી-ડિપોઝિટ દ્વારા મહેસૂલના હિતનું રક્ષણ કરવા વિશેષ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
નોટિફિકેશનના લાભો
કોર્ટે કહ્યું કે આ રાહત માત્ર કરદાતાના હિતમાં જ નહોતી, તે મહેસૂલના હિતમાં પણ હતી — તેમાં કરદાતાને કેસના ગુણદોષ પર સુનાવણી મળશે અને સરકારને ટેક્સ તથા પ્રી-ડિપોઝિટ મળી રહેશે. નોટિફિકેશન હેઠળ આવનારા વર્ગો (૧) સમયમર્યાદામાં અપીલ ન કરી શકનારા કરદાતા (૨) વિલંબને કારણે જેમની અપીલ ફગાવી દેવામાં આવી હોય તેવા કરદાતા (૩) નોટિફિકેશન બહાર પડ્યાના સમયે પડતર થઈ ગયેલી અપીલો (૪) જરુરી શરતો પૂર્ણ કરી 31 જાન્યુઆરી 2024 પહેલાં દાખલ કરવામાં આવેલી અપીલો.
કોર્ટે ઉદાહરણ તરીકે કહ્યું કે 28 ડિસેમ્બર, 2023ના રોજ દાખલ થયેલી અપીલને માત્ર વિલંબના આધારે નકારી નાખી શકાય નહીં. અપીલ સત્તાધિકારી અંગેના નિરીક્ષણ કોર્ટે ખાસ નોંધ્યું કે અપીલ સત્તાધિકારી માટે કરદાતા આ નોટિફિકેશન બતાવતા તેમના રાહ જોવી યોગ્ય નથી અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડાયેલ અને અપીલ પ્રક્રિયાને સીધી અસર કરતી એવી નોટિફિકેશન અંગે અધિકારી અજાણ રહે તે માનવુ યોગ્ય નહીં. હાઈકોર્ટે કહ્યું કે અપીલ સત્તાધિકારી નોટિફિકેશન અંગે ‘Bilissfully silent’ રહ્યો હતો.