બોટાદ: હડદડ-નાગલપર માર્ગ 4 મહિના માં જ બિસ્માર હાલતમાં, AAPએ તાત્કાલિક ટેકનિકલ તપાસની માંગ કરી

હડદડ-નાગલપર માર્ગની હાલત

બોટાદ જિલ્લાના હડદડથી નાગલપર ગામને જોડતા માર્ગની માત્ર 4 મહિનામાં જ બિસ્માર સ્થિતિ થઈ ગઈ છે. માર્ગ પર મસમોટા ખાડા પડેલા છે અને રોડની સપાટી પણ જોખમી રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહી છે, જેના કારણે વાહનચાલકોને ખુબ જ અસુવિધા પડી રહી છે.

જિલ્લાવાસીઓની ટીકા અને આર્થિક ચર્ચા સ્થાનિકો કહે છે કે આ માર્ગ માટે લાખો રૃપીયાનો ખર્ચ થયા હોવા છતાં માર્ગ ટકી ગયો નથી અને તેની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થયા છે. લોકોને માર્ગની હાલતને લઇને ભારે અન્યાય અને અસંતોષ અનુભવાઈ રહ્યો છે.

AAPની માંગ

આમ આદમી પાર્ટીના અજયભાઈ જમોડની માંગો આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના સંગઠન મંત્રી અજયભાઈ જમોડે સંબંધિત માર્ગ અને મકાન વિભાગને લેખિત રજુઆત કરી છે. તેમણે રજુઆતમાં માર્ગની તાત્કાલિક સ્થળ તપાસ કરવાની તથા માર્ગના પાયાના કામ, માટીકામ અને વપરાયેલી સામગ્રીની ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે.

સ્થળ પર તપાસ કરવી, રસ્તાના પાયાના કામ, માટીકામ અને વપરાયેલી સામગ્રીની ટેકનિકલ તપાસ કરવી, રોડ પર પડેલા ખાડાઓનું ઉપરછલ્લુ પેચવર્કના બદલે નિયમો અને ગુણવત્તાના ધોરણો મુજબ કાયમી મરામત કરવી જરૂરી છે.