‘હફ્તાખોરી’ને કારણે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર; ભાવનગર ઝેરી દારૂ કાંડ પર અમિત ચાવડાએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું

ગુજરાતમાં દારૂબંધીના અમલ પર પ્રશ્ન

ભાવનગર ખાતે નકલી ઝેરી દારૂ (મિથેનોલથી બનેલું) પીવાં બાદ અનેક લોકો મૃત્યું પામ્યા અને ઘણા સારવાર હેઠળ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુરુવારે પ્રદેશ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં વિરોધ કરતાં સરકારને જવાબદાર ઠેરવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને નૈતિક જવાબદારી સ્વીકારવા અને તાત્કાલિક રાજીનામું આપવા માગ કરી.

તેમણે દાવો કર્યો કે રાજ્યમાં ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ અમલમાં છે અને ખંડણી રેકેટો થકી ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનું વેપાર ફફેલી ગયો છે. અમિત ચાવડાના મુખ્ય આરોપો અને માંગણીઓ ચાવડાએ આગ્રહ કર્યો કે ભાવનગરની ઘટના એક અલગ ઘટના નથી અને સરકાર આવી ઘટનાઓની પુનરાવૃત્તિને રોકવા માટે સતત અને કાયમી ઉકેલ ન લઈ શકી.

ગૃહમંત્રીની જવાબદારી

તેમણે કેહ્યુ કે જો દારૂબંધીના કડક નિયમ અને નિયંત્રણો અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યા હોત તો ઝેરી દારૂને લીધે જાનહાનિ ન બનેલું હોત. અમિત ચાવડાએ ગૃહમંત્રી પર આરોપ લગાવતા જણાવ્યું કે એનો પ્રાથમિક ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે, પરંતુ એ ફરજ નહીં નિભાવીને અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત દેખાતા હોય છે.

તેમણે મુખ્યમંત્રીને જનતા સમક્ષ આવી સ્થિતિ વિશે જવાબદારી સ્વીકારવાની હાકલ કરી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી, જેમાં હાઇકોર્ટેના વર્તમાન ન્યાયાધીશોનો સમાવેશ થાય અને ઉત્પાદકો, સપ્લાયર્સ, મિથેનોલ ટ્રાન્સપોર્ટર્સ, ગેરકાયદેસર નેટવર્ક અને પોલીસ અને વહીવટી અધિકારીઓની ભૂમિકાઓનું પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ છે.

કોંગ્રેસે મુખ્યત્વે ગૃહમંત્રીનું રાજીનામું વિધાનસભામાં પણ માંગવા વિશે સંકેત આપ્યો છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અને આગામી કાર્યવાહી કોંગ્રેસે જણાવ્યું છે કે એક પ્રતિનિધિમંડળ આજે શુક્રવારે ભાવનગરની મુલાકાત લેશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને મળશે.

પ્રતિનિધિમંડળ ઘટના સંબંધિત તથ્યો, જવાબદાર વ્યક્તિઓ અને પોલીસ-વહીવટી તંત્રની ભૂમિકા અંગે માહિતી એકત્રિત કરશે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન પ્રતિનિધિમંડળનો અહેવાલ રજૂ કરીને સરકાર પર દબાણ વધારવાની યોજના છે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ પોલીસ મહાનિર્દેશક અને ભાવનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ સસ્પેન્ડ કર્યા. LCB પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા, વરતેજ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એ.બી. પઢેરિયા, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ધર્મપાલસિંહ ગોહિલ, ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અને કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.