સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો હુકમ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મોલ તથા અન્ય કોમર્શિયલ સ્થળોએ મુલાકાતીઓ પાસેથી વાહન પાર્કિંગ માટે ચાર્જ વસૂલવાની પરવાનગી અંગે ગુજરાત હાઈકોર્ટનો અગાઉનો હુકમ રદબાતલ કરવાનો આદેશ કર્યો છે. તે પ્રમાણે હવે અમદાવાદ સહિત ગુજરાતમાં મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલાવી શકશે.
પાર્કિંગ ચાર્જો અને નિયમો પાર્કિંગ પોલિસી-2021 તથા ભવિષ્યમાં રાજ્ય સરકાર અથવા સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા ઘડવામાં આવનારી પાર્કિંગ પોલિસી મુજબ નિયમિત થશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને નિર્દેશ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા લગાવાયો હતો કે મોલ માલિકો પાર્કિંગ ચાર્જ વસૂલ નહીં કરે તે હુકમ રદબાતલ કર્યો છે.
સુપ્રીમકોર્ટની જસ્ટિસ સતીષચંદ્ર શર્મા અને એન.કોટીશ્વર સિંહની ખંડપીઠે આ આદેશ આપ્યો અને અરજદારોને 2021માં ઘડવામાં આવેલી પાર્કિંગ પોલિસીના કડક પાલનની હુકમ પણ કર્યો. અરજદારની દલીલો અને પૃષ્ઠભૂમિ આ અરજી સુરતના રાહુલ રાજ મોલ કો.ઓ. સર્વિસ સોસાયટી લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
અરજદારનું કહેવું હતું કે તેમના પાર્કિંગને સુરત મહાનગરપાલિકાના આકારણીમાં પે એન્ડ પાર્ક તરીકે ગણવામાં આવ્યું છે અને તે માટે વાર્ષિક 4.5 લાખનો કરવો પડતો હોવાથી અને પાર્કિંગ વ્યવસ્થાપન માટે સ્ટાફ રાખવું પડતા હોવાથી તેમને પાર્કિંગ ચાર્જ વસૂલવાની છૂટ આપવાની માંગ કરી હતી.
રાજ્યની પોલિસી અને અપીલનો નિર્ણય સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ કેસમાં રાજ્યપક્ષે પોતાની કોઈ રાજ્યવ્યાપી પાર્કિંગ પોલિસી રજૂ ન કરી હતી, જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકાની જાહેર જગ્યા માટેની પાર્કિંગ પોલિસી રજૂ કરવામાં આવી હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે સરકારને રાજ્યવ્યાપી પાર્કિંગ પોલિસી બનાવવાની દિશામાં સૂચનો આપ્યા હતા અને વર્તમાન હુકમમાં અદાલત એ જ સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરતી રીતે વ્યાખ્યા કરી છે.
હાઈકોર્ટના પૂર્વ હુકમનું પરિપ્રેક્ષ્ય અદાલતે ખાસ ઉલ્લેખ કર્યો કે પાર્કિંગ સંબંધિત નીતિઓ કાયદેસર સત્તામંડળ દ્વારા ઘડાઈ જતી હોવાથી ગુજરાત હાઈકોર્ટનો તા.10-7-2019નો હુકમ હવે ચાલુ રખવાની જરૂરીયાત પડતી નથી અને તે હુકમ રદબાતલ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ખુલ્લું કર્યું કે હાલની અપીલોમાં હવે કોઈ મુદ્દો બાકી રહ્યો નથી અને અપીલ નિકાલ કરી દીધી છે.