ગુજરાત સરકારે GSRTC કર્મચારીઓની DAમાં 2%નો વધારો મંજૂર કર્યો, હવે કુલ 60% થશે

GSRTC કર્મચારીઓની DAમાં 2%નો વધારો

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા પછી હવે કર્મચારીઓને કુલ 60% મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં ફેરફાર મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા GSRTCના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવામાં આવ્યો હતો.

આ સુધારા સાથે હવે DAનો કુલ દર 60% પર પહોંચ્યો છે. પગારમાં અસર અને એરિયર્સ સરકોટના નિર્ણયથી કર્મચારીઓના માસિક પગારમાં વધારાનો પ્રભાવ પડશે અને વધેલા ભથ્થાના એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. સમાચારમાં આ નિર્ણય પછી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.