રાહુલ ગાંધી હૈદરાબાદમાં ડિલિવરી બોય-કૅબ ડ્રાઇવરોને મળશે: તેલંગાણામાં 14 નવેમ્બરે ગિગ વર્કર્સ માટે કલ્યાણ બોર્ડ શરૂ થશે

રાહુલ ગાંધીનો હૈદરાબાદમાં કાર્યક્રમ

રાહુલ ગાંધી 14 નવેમ્બરે હૈદરાબાદમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સના કાર્યક્રમ અને રેલીમાં જોડાશે. કાર્યક્રમ હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (HICC) ના નજીક યોજાશે અને તેમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ, કૅબ ડ્રાઇવર અને એપ આધારિત સેવાઓ સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓ સાથે સંવાદ હશે.

વર્કર્સ પ્રવૃત્તિઓ અંગે પોતાની સમસ્યાઓ અને માગણીઓ રાહુલ ગાંધી સામે રજૂ કરશે. વેલફેર બોર્ડનું ઉદ્ઘાટન અને નિયમોની અધિસૂચના આ કાર્યક્રમ દરમિયાન ગિગ વર્કર્સ માટે રાજ્યવ્યાપી વેલફેર બોર્ડની શરૂઆત કરવામાં આવશે. તેલંગાણા સરકારે ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે તેલંગાણા પ્લેટફોર્મ-બેઝ્ડ ગિગ વર્કર્સ (રજિસ્ટ્રેશન, સોશિયલ સિક્યુરિટી એન્ડ વેલફેર) ઍક્ટ, 2026 બનાવ્યો છે અને આ કાયદો 2 જૂન 2026થી અમલમાં આવી ગયો છે.

ગિગ વર્કર્સના મુદ્દાઓ

હવે 14 નવેમ્બરે કાયદા હેઠળ બનાવેલા નિયમોની અધિસૂચના બહાર પાડવાની તૈયારી છે અને વેલફેર બોર્ડને કાર્યરત કરવાની કાર્યવાહી શરૂ થવાની અપેક્ષા છે. ચર્ચા મુદ્દા અને લાભો કાર્યક્રમ દરમિયાન ગિગ વર્કર્સની સામાજિક સુરક્ષા, અકસ્માત વીમો, આરોગ્ય સુવિધાઓ, રોજગાર સુરક્ષા, રજીસ્ટ્રેશન અને ફરિયાદોના નિરાકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

સમાચાર સૂત્રો અનુસાર રાહુલ ગાંધી આ સાથે જોડાયેલી સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. વર્કર્સની રેલી અને પાર્ટિસિપેશન ગિગ વર્કર્સની નાની રેલી પણ યોજવામાં આવશે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના સ્થાપક અને પ્રદેશ અધ્યક્ષ શેખ સલાઉદ્દીને જણાવ્યું છે કે રાહુલ ગાંધીની મુલાકાત ગિગ વર્કર્સ માટે મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું કે “ભારત જોડો યાત્રા” અને ત્યારબાદના ચૂંટણી પ્રચાર દરમિયાન વર્કર્સના કલ્યાણ માટે પગલાં લેવા વચન આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે વર્કર્સની રેલીમાં કોઈ રાજકીય સંગઠનની સત્તાવાર ભાગીદારી નહીં હોય અને કાર્યક્રમાં સામેલ વર્કર્સ પોતાની ખુશી વ્યક્ત કરવા અને કલ્યાણ માટે લેવાતા પગલાં બદલ આભાર વ્યક્ત કરવા માટે તેમાં સામેલ થશે.

રાહુલ ગાંધીની ગિગ વર્કર્સ સાથે અગાઉની મુલાકાતો 7 મે 2023 – બેંગલુરુમાં ડિલિવરી બોય અને ગિગ વર્કર્સ સાથે મુલાકાત. 21 સપ્ટેમ્બર 2023 – દિલ્હીમાં રેલવેના કુલીઓ સાથે મુલાકાત. 28 નવેમ્બર 2023 – હૈદરાબાદમાં ઑટો ડ્રાઇવર અને ડિલિવરી બોય સાથે મુલાકાત. 19 ઓગસ્ટ 2024 – ઉબર કૅબ ડ્રાઇવર સાથે મુસાફરી. 28 ઓગસ્ટ 2024 – DTC બસ ડ્રાઇવર, કંડક્ટર અને માર્શલ સાથે મુલાકાત. 6 ફેબ્રુઆરી 2026 – સંસદ ભવનમાં ગિગ વર્કર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત. 29 મે 2026 – દિલ્હીમાં ઓટો ડ્રાઇવરો સાથે ભોજન કર્યુ.