પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પરિપત્ર જાહેર, 5 નવેમ્બરથી 21 દિવસ રજા

પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. પરિપત્ર અનુસાર વેકેશન તા. 05/11/2026થી તા. 25/11/2026 સુધી રહેશે અને કુલ 21 દિવસનો રહેશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તા. 26/11/2026થી કરવામાં આવશે.

સાથે જ અધ્યાપન મંદિરો માટે શૈક્ષણિક કાર્ય તા. 16/11/2026થી ફરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં આ પરિપત્ર લાગુ રહેશે આ પરિપત્રની જાણકારી નીચેની તમામ સંસ્થાઓને આપવામાં આવવી રહેશે: સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો, તાબા હેઠળની તમામ શાળાઓ, માધ્યમિક શાળાઓ.

માર્ગદર્શન પરિપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી માસિક/વેકેશનની તારીખો જાહેર કરવા સૂચવવામાં આવી છે, જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના વિદ્યાર્થીઓનું વેકેશન એક જ સમયગાળામાં રહે શકે.

અધ્યાપન મંદિરોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષ માટે NCTEના ધારા-ધોરણ મુજબ નિયત કાર્યદિવસો પૂર્ણ કરવા હોવાેથી તા. 16/11/2026થી તેમનું શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે શરૂ કરવામાં આવશે.