દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર ખાતે દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security ForceGujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. આ પ્રસ્તુતિમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, વિવિધ રાજ્યોની લોકસંસ્કૃતિ અને લોકનૃત્યોને જીવંત રીતે રજૂ કરી દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવામાં આવી. પ્રેક્ષકો માટે આ રજૂઆત ગર્વ અને ગૌરવની લાગણી જગાવનાર બની.

આ ઉપરાંત, શૈક્ષણિક ફીલ્ડ ટ્રિપના ભાગરૂપે વિદ્યાર્થીઓએ સરહદ પર ભારતીય સેના તથા BSFની કાર્યપ્રણાલી, સરહદી સુરક્ષા અને દેશસેવામાં તેમનો ફાળો વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી. આ અનુભવ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી અંજુ સિંઘના માર્ગદર્શન હેઠળ શાળાના થિયેટર શિક્ષક શ્રી યાજ્ઞિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સંસ્કૃતિ પ્રત્યેનો આદર અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ મજબૂતી મળી—જે શાળાની સર્વાંગી શિક્ષણ દિશાને પ્રતિબિંબિત કરે છે.

Leave a Comment