દિલ્હીમાં દિવાળી માટે ગ્રીન ફટાકડા ફોડી શકવાની સમયમર્યાદા
સુપ્રીમ કોર્ટે 2 નવેમ્બર, 20261ે દિલ્હી-NCRમાં દીવાલીની નિમિત્તે ગ્રીન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. કોર્ટે નક્કી કરેલ છે કે 7 અને 8 નવેમ્બરે ફટાકડા ફોદા શકાશે અને તે બે દિવસો દરમ્યાન માત્ર સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 કલાકના સમયગાળામાં જ ગ્રીન ફટાકડા ફોડી શકાશે.
હૉસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને સાયલન્સ ઝોનોના 300 મીટરના દાયરા અંદર તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. ફટાકડા ફોડવાની નક્કી સમયમર્યાદા કોર્ટે 7 અને 8 નવેમ્બરનાં બંને દિવસોમાં સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 કલાકની જ છૂટ આપી છે.
નૉ-ક્રેકર ઝોન અને પ્રતિબંધિત સ્થળો સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે હૉસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને સાયલન્સ ઝોનના 300 મીટર ના દાયરા અંદર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. તે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ ‘નો-ક્રેકર ઝોન’ જાહેર કરવામાં આવશે.
કોર્ટે શું કહ્યું જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેંચે આ હુકમ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે તે લોકોનેની ભાવનાઓને સમજેછે અને સંપૂર્ણ પ્રતિબંધના બદલે નિયમોનું કડક પાલન કરાવવા ઉપર ભાર મુક્યો છે.
દિલ્હી સરકાર અને કેન્દ્રનો પક્ષ સુનાવણી દરમ્યાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે જૂના વાહનો પર પ્રતિબંધ, કન્સ્ટ્રક્શન પર રોક અને સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર જેવી યોજનાઓ ઘડી રહી છે.
ગ્રીન ફટાકડા વિશે સૂત્રો અનુસાર, ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની તુલનામાં અંદાજે 30 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેને CSIR-NEERI દ્વારા વિકસાવવામાં આવ્યા છે અને ગ્રીન ફટાકડામાં બેરિયમ નાઇટ્રેટ જેવા ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.