CBSE બોર્ડ પરીક્ષા 2027: ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર, 16 ફેબ્રુઆરી 2027થી શરૂ

CBSE બોર્ડ પરીક્ષા 2027 માટે ડેટશીટ જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની વર્ષ 2027ની બોર્ડ પરીક્ષાઓ માટેની ડેટશીટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી, 2027થી સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ડેટશીટ પરીક્ષા શરૂ થવાના ઠીક 101 દિવસ પહેલાં બહાર પાડવામાં આવી છે અને ધોરણ 10 માટે 83 વિષયો તથા ધોરણ 12 માટે 121 વિષયો માટેનો સમયપત્રક દર્શાવે છે.

પરીક્ષાનો સમય અને મુખ્ય વિગતો CBSEની સૂચના અનુસાર ધોરણ 10 અને 12ના તમામ પેપર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. બોર્ડે જણાવ્યું છે કે ડેટાશીટ શાળાઓ દ્વારા સબમિટ કરાયેલી વિદ્યાર્થીઓના વિષયોના ડેટા પર આધારિત છે. વિષયોની સંખ્યા અને કોમ્બિનેશન જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે ધોરણ 10 માટે 83 વિષયો અને ધોરણ 12 માટે 121 વિષયોની પરીક્ષા આયોજન કરવામાં આવી છે.

ડેટશીટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવાયેલી બાબતો

ડેટશીટ તૈયાર કરતી વખતે વિદ્યાર્થીઓના વિષય કોમ્બિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને શક્યતા મુજબ કોઈ વિદ્યાર્થીના પસંદ કરેલા બે વિષયોનું પેપર એક જ દિવસે ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બોર્ડે ડેટશીટ બનાવતી વખતે લગભગ 40 હજારથી વધુ સબ્જેક્ટ કોમ્બિનેશનને ચકાસ્યા હતા.

શિડ્યુલ તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે: વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સાથે પસંદ કરતા વિષયોની જોડી માટે પૂરતો ગેપ રાખવો, ધોરણ 12ના વિદ્યાર્થીઓની મોટા પ્રવેશ પરીક્ષાઓની સંભવિત તારીખોને ધ્યાનમાં લેવું, દરેક પરીક્ષા કેન્દ્ર પર એક દિવસમાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યાનું નિયંત્રણ, અને શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયની ગેરહાજરી ટાળવાનો પ્રયાસ.

ડેટશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી

વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર ડેટશીટ નીચેના પગલાં અનુસાર મેળવી શકે છે: CBSE ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. હોમપેજ પર આપેલ “CBSE Datesheet 2027” સંબંધિત લિંક પર ક્લિક કરો. તમારી સ્ક્રીન પર ટાઈમટેબલની PDF ખુલશે. પરીક્ષાની તારીખો, વિષયના નામ અને સમય ચકાસો. PDF ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ રાખો.