વિદેશથી વૈજ્ઞાનિકો પરત ફરી રહ્યા છે, PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે કરી મોટી વાત

PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ અંગે મહત્વપૂર્ણ વાત કરી

રવિવારે ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેવા તીર્થ’ ખાતે અવકાશ ક્ષેત્રના 20 સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે વિશેષ બેઠક કરી. બેઠકમાં તેમણે ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો અને સ્ટાર્ટઅપ્સ માટે નીતિગત સ્થિરતા અને સતત સરકારના સહયોગનો આશ્વાસન આપ્યો.

સભા અને હાજરી બેઠકમાં અવકાશ ક્ષેત્રમાં કાર્યરત 20 સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. તેમણે લોન્ચ વ્હીકલ, સેટલાઇટ, પૃથ્વી નિરીક્ષણ, સ્પેસ રોબોટિક્સ અને અવકાશ આધારિત ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં કામગીરી કરી રહ્યા છે. સ્કાયરૂટ એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સેલ, ધ્રુવ સ્પેસ, ગેલેક્સઆઈ અને બેલાટ્રિક્સ એરોસ્પેસ જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો.

ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો સંકલ્પ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત માત્ર અવકાશ ટેક્નોલોજી વિકસાવવા અને સેટેલાઇટ લોન્ચ કરવાથી સીમિત ન રહેવું જોઈએ, પણ એવું અનુકૂળ અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવા જેવું કે વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ઉદ્યોગસાહસિકો તેમની કારકિર્દી માટે સૌપ્રથમ ભારતમાં વિચાર કરે.

ભારતની વિશેષ તાકાતો મોદીએ ભારતની ત્રણ મોટી ક્ષમતાઓ તરીકે અવકાશ ટેક્નોલોજીમાં ખર્ચ-કાર્યક્ષમતા, દેશમાં ઉપલબ્ધ પ્રતિભાશાળી યુવાની અને નિષ્ણાતોની સંખ્યા અને ભારતીયોમાં જોખમ લેવાની અને નવી બાબતો અજમાવવાની હિંમતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ ગુણો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો ભારત ઝડપથી વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં મજબૂત સ્થાન બનાવી શકે છે.

વડાપ્રધાનને અનુરોધ હતો કે અવકાશ ક્ષેત્રમાં મોટી માત્રામાં રોકાણ, સંશોધન અને લાંબા ગાળાની યોજનાઓ જરૂરી હોય છે, જેથી સરકારની નીતિઓમાં સ્થિરતા સ્ટાર્ટઅપ્સ માટે મહત્વપૂર્ણ બની રહે. તેમણે સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી અને જણાવ્યું કે સરકાર નીતિઓ અને નિયમો બદલીને અનિશ્ચિતતા ઊભી કરશે નહીં અને યુવા ઉદ્યોગસાહસિકોને જોખમ લેતા સમયે એકલા નથી છોડતી.

વિદેશથી પરત આવી રહેલા વૈજ્ઞાનિકો અને નવા અવસરો બેઠક દરમિયાન નોંધાયું કે ભારતમાં ખાનગી કંપનીઓ માટે અવકાશ ક્ષેત્ર ખુલ્યા બાદ અમેરિકા અને યુરોપમાં મોટી કંપનીઓમાં કામ કરતા કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો હવે ભારત પરત ફરતા અને ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાઇ રહ્યા છે. ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારીને કારણે નવી ટેક્નોલોજી, રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ રહી છે.

ભવિષ્યની દિશા વડાપ્રધાનનો મુખ્ય સંદેશો રહ્યો કે ભારત પાસે પ્રતિભા, ટેક્નોલોજી અને ખર્ચ-કાર્યક્ષમતાની શક્તિઓ છે અને હવે એ શક્તિઓને મજબૂત ઇકોસિસ્ટમ સાથે જોડીને દેશને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પર લાવવામાં સમય આવ્યો છે. સરકારનો ઉદેશ માત્ર સેટેલાઇટ લોન્ચિંગ સુધી મર્યાદિત રહેવાનો નથી, પરંતુ સમગ્ર સ્પેસ ઇકોસિસ્ટમનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું છે.