આયુર્વેદના નામે જીવલેણ ખેલ: ગુજરાતમાં 21 આયુષ દવાના સેમ્પલ ફેલ, સરકાર ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ જાહેર કરી

આયુર્વેદ દવાઓની ગુણવત્તા અંગે ચિંતાજનક માહિતી

અમદાવાદ: રાજ્યસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આયુષ દવાઓની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. ફાર્મા હબ ગણાતા ગુજરાતમાં કુલ 21 આયુર્વેદ અને હોમિયોપેથીક દવાના સેમ્પલ ટેસ્ટિંગમાં નિષ્ફળ સાબિત થયા છે અને સરકારે તે દવાઓને ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ જાહેર કર્યું છે.

રિપોર્ટમાં મળેલી મુખ્ય વિગતો અનુસાર, કેટલીક આયુષિક અને હોમિયોપેથીક પ્રોડક્ટમાં ભારે ધાતુઓ જેમકે આર્સેનિક, પારો અને કેટલીક જગ્યાએ સીસું જેવી ધાતુઓની હાજરી નોંધાઈ છે. કેટલાક કેસમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદે મિશ્રણ મળવાનાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં આ પ્રકારની દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હોવાનું સૂચવાયું છે.

અન્ય રાજ્યોમાં દવાઓની સ્થિતિ

રાજ્યવાર પરિસ્થિતિ હિમાચલ પ્રદેશમાં કુલ 185 દવાઓ અનિયમિત અથવા અપ્રામાણિક સાબિત થઈ હતી. ઉત્તરાખંડમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 155 દવાઓ ટેસ્ટિંગમાં ફેલ થઈ છે. ગુજરાતમાં પરીક્ષણમાં 21 દવાઓ હલકી કક્ષાની અને અસુરક્ષિત તરીકે સરકારી રીતે જાહેર કરી દીધી ગઈ છે.

રિપોર્ટમાં એવા રાજ્યો જેમકે મધ્યપ્રદેશ, ઓડિસા, દિલ્હી, કાશ્મીર, મેઘાલય, ગોવા, છત્તીસગઢ, હરિયાણામાંથી કોઈ સેમ્પલ ફેલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સ્વાસ્થ્ય જોખમ અને સૂચનો

સ્વાસ્થ્ય જોખમ અને એજન્સીઓ માટે સૂચન રિપોર્ટમાં જણાવાયું છે કે આયુષ દવાઓમાં ભારે ધાતુઓની હાજરી અને એલોપેથિક દવાઓના ગેરકાયદે મિશ્રણ માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે અને આવી ગુણવત્તાવિહોણી દવાઓથી લિવર અને કિડનીને કાયમી નુકસાન થવાની શક્યતા હોય શકે છે.

સંસદમાં રજૂ થયેલા અહેવાલના આધારે ડ્રગ કંટ્રોલ વિભાગને લેબોરેટરી ટેસ્ટિંગ સક્ષમ બનાવવાની અને નકલી આયુષિક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવવામાં આવી છે.