અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ: ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ કનેક્શન ખુલ્યું

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ

અખબાડાદ સાયબર ક્રાઇમ બ્રાંચે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઈન છેતરપિંડી કરી કુલ 67.92 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલે ચાર આરોપીઓને વડોદરા અને અમદાવાદમાંથી ઝડપી લીધા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે ‘જુલિયસ બેર’ના નામે નકલી મોબાઇલ એપ્લિકેશન્સ અને SEBIનું ફેક સર્ટિફિકેટનો ઉપયોગ કર્યોછે અને દુબઈમાં આવેલા મુખ્ય સૂત્રધાર સાથે સ્થાનિક નેટવર્ક ચલાવતું હતું.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર 15થી વધુ રાજ્યોમાંથી 80થી વધુ ફરિયાદો અને 50 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો આ ગેંગથી જોડાયેલા હોવાનું પોલીસે નોંધ્યું છે. ઘટનાની વિગત પોલીસનું કહેવું છે કે આરોપીઓ વોટ્સએપના માધ્યમથી લોકોને સંપર્કમાં લાવી પ્રતિષ્ઠિત વિદેશી નાણાકીય સંસ્થા ‘જુલિયસ બેર’ ના નામે ‘JB X One’ (JB1) અને ‘ID-QSB’ નામની બનાવટી એપ્સમાં રોકાણ કરવા કહેતા હતા.

રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે SEBIનું નકલી સર્ટિફિકેટ મોકલવામાં આવતું અને દૈનિક 5થી 20 ટકા જેટલા ઊંચા વળતરનો વાદો આપવામાં આવતો. પૈસા પાછા માંગતા કરની માગણી અને રોકાણ અટકાવવુ જે સમયે ફરિયાદીએ પોતાના નાણા પરત કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગેંગે 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને 4 ટકા સેસ નામે વધારાની રકમની માંગ કરી નાણાં અટકાવી દેવામાં આવ્યા હતા, જેથી રોકાણકારો પૈસાથી વંચિત રહ્યા.

તપાસમાં મળેલી અન્ય વિગતો NCCRP પર થયેલી તપાસ દરમિયાન પોલીસને અનેક રાજ્યોમાંથી મળેલી ફરિયાદો આધારે જાણવા મળ્યું કે ગેંગથી જોડાયેલા લગભગ 50 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ એક્સચેન્જ જોવા મળ્યા છે. સ્થાનિક તપાસમાં આરોપીઓ પાસેથી 30થી વધુ બેંક એકાઉન્ટ કિટ્સ મળી આવી છે.

અરોપીઓ અને સબુતો સાયબર ક્રાઈમ બેજે વડોદરા અને અમદાવાદમાંથી ચાર આરોપીઓ—ઈસ્તિયાક યુસુફ રિયાવાલા, સોહેબ જોજાવરવાલા, શેહઝાદ અજમેરવાલા અને ઈરફાન શેખ—ની ધરપકડ કરી છે. પોલીસ જણાવે છે કે મુખ્ય આરોપી ઈસ્તિયાક પાસેથી વિવિધ બેંકોની 30થી વધુ એકાઉન્ટ કિટ્સ જપ્ત થઈ છે.

પોલીસ નિવેદન અને દુબઈ કનેક્શન અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે વોટ્સએપ ગ્રૂપમાં ‘ICICI Securities’ના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી એક મહિલા એડમિન ફરિયાદીને વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગ સામાન્ય લોકોના બેંક ખાતાંની કિટ્સ એકઠી કરીને તે કિટ્સ દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધારોને મોકલતી હતી અને દરેક કિટ દીઠ 10થી 15 ટકા કમિશન નક્કી કરવામાં આવતું હતું.

અરોપી સોહેબ અને ઈસ્તિયાક દુબઈના મુખ્ય સંચાલકો સાથે સીધા સંપર્કમાં રહી સ્થાનિક નેટવર્ક સંભાળતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય રેકેટ અને તેમાં જોડાયેલા અન્ય વ્યકિતઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.