અમદાવાદની શાળાઓને બોમ્બ ધમકી
અમદાવાદ, 27 ઓક્ટોબર 2023: અમદાવાદના સેટેલાઇટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કુલ 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા ખળબળ મચી ગઈ છે. ધમકીના ઈમેઈલ વિધ્યાભારતી, સી.એન. વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલના ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
જાણકારી અને તાત્કાલિક પગલાં ઈમેઈલ મળતા જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી અને સલામતીને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તાત્કાલિક બહાર કાઢી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો. શાળા દ્વારા વિદ્યાર્થીઓને વહેલી રજા આપવામાં આવી અને વાલીઓને ફોન અને મેસેજ કરીને બાળકોને સુરક્ષિત રીતે ઘરે લાવવા કહેવામાં આવ્યું.
પોલીસ અને સુરક્ષા તપાસ સ્થળ પર સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ તથા બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વાડની ટીમો પહોંચીને તપાસમાં જોડાઈ ગઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાના બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ વિસ્તારને કોર્ડન કરીને સઘન તપાસ શરૂ કરી છે.
ઘટનાની ગંભીરતા ને લઇને તપાસ અને કાર્યવાહી ચાલુ છે, વધુ વિગતો મળતા અપડેટ આપવામાં આવશે.