કુરિયર મારફતે સોનું જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દેશવ્યાપી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ સામે સંયુક્ત ઓપરેશન કરીને કુરિયર કન્સાઇનમેન્ટમાંથી 6.61 કિલો સ્મગલિંગ કરાયેલ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન અને જપ્ત માલની વિગત DRIની ટીમોએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં એકસાથે કાર્યવાહી કરી હતી. જપ્ત થયેલા સોનાની કિંમત ₹10.36 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. તપાસમાં પોલીસે જણાવ્યું છે કે આ સોનું કુરિયર મારફતે છુપાવીને મોકલવામાં આવતું હતું.
તપાસમાં મળેલી માહિતી અનુસાર આરોપીઓ કુરિયર કન્સાઇનમેન્ટમાં સોનું છુપાવીને અલગ-અલગ શહેરોમાં મોકલતા હતા. મોકલનાર અને મેળવનાર વચ્ચે કોઇ માન્ય વ્યવહાર ન હોવાને કારણે તેઓ કાગળ પર ઊભી કરાયેલી બોગસ પેઢીઓ અને લોકોના નામે આ કુરિયર રેન્કેટ ચલાવતા હતા.
તપાસના દોરાણે બહાર આવ્યું છે કે આ ગેંગે છેલ્લા 9 મહિના દરમિયાન અંદાજે ₹475 કરોડની કિંમતનું કુલ 318 કિલો સોનું દેશભરમાં ટ્રાન્સપોર્ટ કર્યું હતું. હાલની તપાસ DRI વધુ તપાસ તેજ કરીને આ દાણચોરીના મૂળ સુધી પહોંચવા અને કુરિયર રેકેટના તમામ સંજાળાઓને વહેંચવાનો પ્રયાસ કરી રહી છે.