PM Modiએ આપ્યો જળ સંરક્ષણનો મંત્ર, જળ વ્યવસ્થાપન માટે 4 મોટા સંકલ્પ લીધા

જળ સંરક્ષણ માટે PM મોદીના સંકલ્પ

જળ સુરક્ષા અને જળ વ્યવસ્થાપન માટે જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય વિભાગીય શિખર સંમેલન આજે સમાપ્ત થયું. સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા અને અધિકારીઓને જળ સંરક્ષણ, જનભાગીદારી અને નાગરિકોને વધુ સારી જળ સેવાઓ આપવાના મુદ્દે માર્ગદર્શન આપ્યું.

શિખર સંમેલનનું સંચાલન અને હાજરી સંમેલન કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં યોજાયું હતું. સંમેલનમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગુજરાતના જળમંત્રિ ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

PM મોદીએ જણાવ્યું કે જળ સંરક્ષણને માત્ર સરકારની જવાબદારી તરીકે ન જોવવી જોઈએ અને સામાન્ય લોકોની વ્યાપક ભાગીદારી જરૂરી છે. તેમણે જળ સંસાધનોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ માટે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ચાર મુખ્ય સંકલ્પ

સંમેલનમાં લેવાયેલા ચાર મુખ્ય સંકલ્પ છે:

  • જળ પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવી
  • જળ સંચયને જનઆંદોલન બનાવવું
  • ગ્રામીણ પીવાના પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું
  • દરેક ગ્રામીણ પરિવારને પૂરતું, સુરક્ષિત તથા નિયમિત પાણી ઉપલબ્ધ કરવું

સમ્મેલનનો મુખ્ય હેતુ દેશની જળ સુરક્ષાને મજબૂત બનાવવી, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને જળ સંરક્ષણ માટે નક્કર વ્યૂહરચના તૈયાર કરવી રાખવામાં આવ્યો. PM મોદીના માર્ગદર્શન સાથે ‘જળ-સુરક્ષિત અને વિકસિત ભારત’ના લક્ષ્યને આગળ વધારવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.