7.8 ટકાની GDP વૃદ્ધિ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી, કહ્યું ‘ભારત ફરી સફળતાની નવી ઊંચાઈએ’

7.8 ટકાની GDP વૃદ્ધિ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની GDP વૃદ્ધિ દર્શાવી છે. કેન્દ્ર સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટરના આ આંકડા 31 ઓગસ્ટે જાહેર કર્યા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પર સંતોષ વ્યક્ત કર્યો.

આંકડાઓનો સારાંશ સરકારી આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ 7.8 ટકાની નોંધાઈ છે. નૉમિનલ GDPમાં 10.3 ટકાનો વધારો થયો છે અને વાસ્તવિક GVAમાં 8.2 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો પ્રદર્શન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ ક્વાર્ટરમાં 9.2 ટકાનો વધારો નોંધાયો છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલ 8.3 ટકા કરતા વધુ છે. સર્વિસ સેક્ટરમાં 12.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

સરકાર મુજબ સર્વિસ સેક્ટરમાં ફાઈનાન્શિયલ, રિયલ એસ્ટેટ, IT, પ્રોફેશનલ સર્વિસિસ અને પ્રોપર્ટી સંબંધિત સેવાઓનું સારા પ્રદર્શન મુખ્ય કારણ છે.

PM મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા, તેલના ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતે 7.8 ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સફળતાનો શ્રેય ભારતીયોની સામૂહિક શક્તિને આપ્યો અને જણાવ્યુ કે નિરાશાવાદીઓ ખોટા સાબિત થયા છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે GDPના આંકડાને સકારાત્મક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ મજબૂત પ્રદર્શન લોકોની મહેનતનું પરિણામ છે અને NDA સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અને અર્થવ્યવસ્થાના અસરકારક સંચાલનના સારા પરિણામો સામે આવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે સરકાર દેશમાં નાગરિકો માટે આર્થિક તકો વધારવા માટે પ્રતિબદ્ધ છે.