ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક-સામાજિક પ્રસંગોની પરવાનગી માટે મામલતદાર અને પોલીસ સ્ટેશન વચ્ચે નાગરિકોને હાલાકી

ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક પ્રસંગોની પરવાનગી

ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં લાઉડસ્પીકર વગાડવા અથવા શોભાયાત્રા કાઢવા માટેની પરવાનગી મેળવવામાં ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મુશ્કેલી પડે છે. શહેર વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી સીધી પરવાનગી મળે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોએ પ્રથમ મામલતદાર કચેરીમાં અરજી કરી તે પછી સંબંધિત પોલીસ સ્ટેશનનો અભિપ્રાય મેળવવો પડે છે.

આ પ્રક્રિયાના કારણે અરજદારોનો સમય અને વાહનનું ઇંધણ ભાડાનું ખર્ચ વધી રહ્યું છે. ગ્રામ્ય અને શહેરની પરવાનગી પ્રક્રિયા શહેરમાં હોળ સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી જ પરવાનગી મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરવાનગીની પ્રક્રિયા બે કચેરીઓથી પસાર થવી પડે છે. ગ્રામ્ય નાગરિક પ્રથમ મામલતદાર કચેરીમાં અરજી કરે છે અને બાદમાં મામલતદાર દ્વારા પોલિસ સ્ટેશનનો અભિપ્રાય મંગાવવામાં આવે છે.

અરજદારો પર પડતો ભાર આ પ્રક્રિયાના કારણે અરજદારોને એક જ કામ માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડે છે. કેટલીકવાર અરજદાર શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચે તો તેને સંબંધિત તાલુકાનાં પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે અને ત્યાંથી મામલતદાર કચેરીમાં અરજી કરવાની સૂચના મળે છે. પરિણામે અરજદારોનો સમય અને ઇંધણનો અનાવશ્યક ખર્ચ થાય છે.

પોલીસ હદ અને વિસ્તારમાં ઉથલપથલ તાલુકા કક્ષાના પોલીસ સ્ટેશનોની હદ અંદાજે ૧૦થી ૧૫ કિલોમીટર સુધીની વિસ્તાર સુધી ફેલાયેલી છે. કેટલાક પોલીસ સ્ટેશનોની હદ વડોદરા શહેર સુધી વિસ્તરેલી હોવાથી અરજદારોને પ્રથમ જરે કયા સ્થળે ફરવું તે સમજવામાં મુશ્કેલી થાય છે.

સ્થાનિક પ્રતિભાવ અંકોડિયાગામના માજી સરપંચ ઉલ્પેશ પટેલ એ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકોને પરવાનગી માટે કઈ કચેરીનો સંપર્ક કરવો તેની જાણ નથી. તેમણે કહ્યું કે મામલતદાર કચેરીમાં અરજી કર્યા બાદ ફરીથી સંબંધિત પોલીસ આગળની કાર્યવાહી કરવા માટે જતા ઉપયોગકર્તાઓને ફરીથી કચેરીઓની ચક્કર લગાવવી પડે છે.

પોલીસનો અભિપ્રાય મામલતદાર કચેરીમાં જમા થયા પછી બીજે દિવસે પરવાનગીનો કાગળ લેવા માટે બોલાવવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયામાં અરજદારોનો સમય અને વાહનનું ઇંધણનો અનાવશ્યક ખર્ચ થાય છે. વધુમાં કેટલીકવાર સંબંધિત પોલીસ કર્મચારી હાજર ન હોય તો અરજદારે વધુ એક ધક્કો ખાવા પડે છે.

નાગરિકોની માંગ જ્યાં એક તરફ સરકારી કચેરીઓમાં ઓનલાઈન સેવાઓ અને સરળ વહીવટની ચર્ચા થાય છે, ત્યાં બીજી તરફ ધાર્મિક કે સામાજિક પ્રસંગોની પરવાનગી મેળવવા માટે નાગરિકોએ મામલતદાર અને પોલીસ સ્ટેશન વચ્ચે દોડધામ કરવી પડે છે. નાગરિકો એક જ સ્થળેથી અરજી અને મંજૂરીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.