દિવાળી-લગ્નની સિઝનમાં ભાવનગરથી છપરા માટે 18 કોચની વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

દિવાળી-લગ્નની સિઝનમાં ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને લગ્નની સિઝનનો ભાર ધ્યાનમાં રાખીને ભાવનગર ટર્મિનસથી છપરા માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 18 નવેમ્બર, 2026ના રોજ સવારે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 04:30 કલાકે છપરા પહોંચશે.

ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કુલ 18 કોચ જોડાશે અને તેનું સંચાલન વિશેષ ભાડા (Special Fare) હેઠળ કરવામાં આવશે. ટ્રેન અને સંચાલન વિગતો ટ્રેન નંબર: 09614 રૂટ: ભાવનગર ટર્મિનસ – છપરા (One-way Special) ઉપડવાનો સમય: 18 નવેમ્બર, 2026 (બુધવાર) સવારે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી. પહોંચવાનો સમય: 20 નવેમ્બર, 2026 (શુક્રવાર) સવારે 04:30 કલાકે છપરા પર.

સ્ટોપેજ અને માર્ગમાં રુકવાના સ્ટેશનો મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેન નીચેના 17 સ્ટેશનો પર રોકાશે: ધોળા, બોટાદ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઇદગાહ, આગ્રા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, વારાણસી, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, કોર્ચ.

આ ટ્રેનમાં મુખ્યત્વે સ્લીપર અને જનરલ શ્રેણીના કુલ 18 કોચ રાખવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેનું કહેવું છે કે તે હેતુ સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને તહેવારોની સિઝનમાં મુસાફરી માટે માર્ગસુવિધા અને બેઠકો ઉપલબ્ધ કરાવવા છે, તેમજ ઉત્તર ભારતમાં જતા હજારો મુસાફરોને રાહત પૂરી પાડશે.