પાકિસ્તાનને હરાવનાર ગુજરાતના યુવા સ્ટાર મોહિત ઉલવાને મોટું ઇનામ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં પસંદગી

મોહિત ઉલવાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પસંદગી

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવનાર ગુજરાતનો 18 વર્ષીય મોહિત ઉલવાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનિયર ટીમમાં પસંદગી મળી છે. સોસોર્સ મુજબ મોહિતને સીધા ઇન્દોર પહોંચી ટીમ સાથે જોડાવા સૂચના આપવામાં આવી છે.

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં મોહિતનું પ્રદર્શન શનિવારે સાંજે ઓમાનના મસ્કતમાં રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલમાં મોહિત ઉલવાએ 26 બોલમાં 49 રન ફટકારી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. તેમની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ભારે દબાણની સ્થિતિમાં તેમણે ઇનિંગ્સના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારી ટીમને 1 વિકેટથી વિજેતા બનાવ્યું હતું.

મેચમાં પાકિસ્તાની સમર્થકોની ભારે ભીડ ઉપસ્થિત હતી. સૌરાષ્ટ્ર સિનિયર ટીમમાં જોડાવાની કાર્યવાહી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા મોહિતને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના અર્થે સિનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SCA દ્વારા તેમને તરત ઇન્દોરમાં આવીને ટીમ સાથે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે — સૌરાષ્ટ્રની ટીમ હાલમાં ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના મુકાબલાએ ભાગ લઈ રહી છે.

જયદેવ શાહની પુષ્ટિ અને મોહિતની પૃષ્ઠભૂમિ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે આ પસંદગીની પુષ્ટિ કરી અને મોહિતની પ્રશંસા કરતાં જણાવ્યું કે મેદાન પર તેણે જે જુસ્સો અને સંઘર્ષ દર્શાવ્યો તે અદ્ભૂત છે. શાહે જણાવ્યુ કે મોહિત સુરેન્દ્રનગરના સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલમાં રાજકોટમાં રહીને ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે. તેમણે એમ પણ કયું કે SCA હંમેશા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપે છે અને મોહિત સિનિયર ટીમ માટે ઉપયોગી ખેલાડી સાબિત થશે તેવો વિશ્વાસ છે.