RAC ટિકિટના નિયમો પર વિચારણા
ભારતીય રેલવે RAC (Reservation Against Cancellation) ટિકિટના નિયમ પર પુનર્વિચાર કરી રહ્યું છે અને હાલની વ્યવસ્થા બદલવાની સંભાવનાઓ પર વિચારણા ચાલી રહી છે. હાલમાં એક જ બર્ચ પર બે મુસાફરને અડધા-અડધી જગ્યા ફાળવવામાં આવે છે અને રેલવે અધિકારીઓનું માનવું છે કે જો કોઈ મુસાફરને સૂવા માટે પૂર્ણ બર્થ ન મળે તો તેની પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવું યોગ્ય નથી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે “જો કોઇ મુસાફરને સૂવા માટે સંપૂર્ણ બર્થ મળતી ન હોય તો તેની પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવું યોગ્ય નથી.” RACની વર્તમાન વ્યવસ્થા ત્યારે લાગુ થાય છે જ્યારે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધીને કન્ફર્મ બર્થ ઉપલબ્ધ ન રહે. આ વ્યવસ્થામાં એક જ બર્થ પર બે મુસાફરોને બેસવાની અને મર્યાદિત જગ્યા પર સૂવાની મંજૂરી મળે છે અને બંનેને બર્થની અડધી-અડધી જગ્યા ફાળવવામાં આવે છે.
આ વ્યવસ્થા દાયકાઓથી ભારતીય રેલવેની આરક્ષણ પ્રણાળીના ભાગ છે. મુસાફરોને પડતી સમસ્યાઓ લાંબી મુસાફરી દરમિયાન અડધી બર્થ પર ઊંઘવું અને આરામ મેળવવું મુશ્કેલ બન્યું છે, ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરોને પૂરતી ઊંઘ અને આરામ મળી રહ્યો નથી. કેટલાક કેસોમાં એક જ બર્થ પર મહિલા અને પુરુષ બંનેને જગ્યા ફાળવવામાં આવે છે, જેના કારણે બંનેને અસુવિધા થાય છે અને ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બની જાય છે.
તહેવાર દરમિયાન RACની માંગ અને તેનો ઉપયોગ દિવાળી અને છઠ જેવા તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે અને કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. તે સમયે RAC ટિકિટ એવા મુસાફરો માટે સહારો બને છે જેમને અવશ્યક પરિસ્થિતિમાં મુસાફરી કરવી હોય. રેલવેમાં આરક્ષણિત કોચમાં માન્ય ટિકિટ વિના મુસાફરી કરવી નિયમ વિરુદ્ધ છે.
ફેરફાર અંગે વિચારણા અને શક્ય પરિણામ અહેવાલ મુજબ, બદલાતા સમય અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વર્તમાન RAC વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. રેલવે હવે આ વ્યવસ્થાને બંધ કરવી કે તેમાં ફેરફાર કરવો એ અંગે વિચારણા કરી રહ્યું છે. જો રેલવે ફેરફાર કરવાનો નિર્ણય લે તો લાંબી મુસાફરી કરતા લાખો મુસાફરોને રાહત મળી શકે છે. હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર નથી.