લદાખ પ્રશાસને સોનમ વાંગચુકને NDS મેમોરિયલ પાર્કથી હટાવી 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો

લદાખમાં સોનમ વાંગચુક પર પ્રતિબંધ

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખે પર્યાવરણ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની જાહેર ગતિવિધિઓ પર આગામી 60 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે રાત્રે લદાખ પોલીસે સાવચેતીના ભાગરૂપે વાંગચુકને લેહના NDS મેમોરિયલ પાર્કમાં આવેલી વિરોધ જગ્યેથી હટાવી દીધા હતા.

ત્યાંથી, લેહના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા BNSS, 2023 ની કલમ 163 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં શું સમાવિષ્ઠ છે તે આ આદેશ અનુસાર, સોનમ વાંગચુક કોઈપણ અનધિકૃત રેલી, સરઘસ કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં અને તેમાં ભાગ લઈ શકશે નહીં.

પ્રશાસનનું સ્પષ્ટીકરણ અને આદેશનું કારણ જણાવતા જણાવ્યું છે કે આ નિર્ણય ત્યારે લેવાયો જ્યારે લદાખમાં નગર સમિતિ, પંચાયતો અને LAHDC, લેહની ચૂંટણી ચાલી રહી છે અને આચારસંહિતાનું પાલન જરૂરી છે. પ્રશાસને જણાવ્યું કે આવી ગતિવિધિઓને રોકવામાં ન આવે તો શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે છે.

લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ના અહેવાલમાં વાંગચુકની ભૂખ હડતાળ અને જનસભા જેવા આયોજનોને લીડીને જિલ્લાની કાયદા અને વ્યવસ્થા બગડી જવાની શક્યતા દર્શાવાઇ હતી, અને તે અહેવાલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધાત્મક પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

પ્રતિક્રિયા અને સંબંધિત વિરોધગતિવિધિઓ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) ના નેતા સજ્જાદ કારગિલીએ સોશિયલમીડિયા પ્લેટફોર્મ X પર આ આદેશની નકલ શેર કરી છે. બીજી તરફ, ‘લેહ એપેક્સ બોડી’ (LAB) ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. આચારસંહિતાના સમયગાળા વચ્ચે પણ LAB દ્વારા ગુરુવારે શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. KDA એ શનિવારે સાંજે કારગિલમાં કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.