IPL 2027 મિની ઓક્શનમાં બાંગ્લાદેશી ખેલાડીઓનો સમાવેશ
ભારત-બાંગ્લાદેશના ક્રિકેટ સંબંધો સુધરતા IPL 2027ના મિની ઑક્શનમાં બાંગ્લાદેશી ખેલાડીઓનો સમાવેશ શક્ય બન્યો છે. સૂત્રો અનુસાર BCCIની સકારાત્મક કામગીરી પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યું છે અને કુલ 7 બાંગ્લાદેશી ખેલાડીઓએ 16 ડિસેમ્બરે યોજાનાર મિની ઑક્શનમાં ભાગ લેવા માટે નોંધણી કરવાનો નિર્ણય લીધો છે.
હરાજીમાં ભાગ લેવાતા ખેલાડીઓ અહેવાલો અનુસાર IPL 2027 મિની ઑક્શનમાં નીચેના સાત બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લાગી શકે છે: Mustafizur Rahman, Nahid Rana, Rishad Hossain, Hasan Mahmud, Towhid Hridoy, Taskin Ahmed, Shariful Islam.
મુસ્તાફિઝુરનો IPL ઇતિહાસ અને રિલીઝ આ યાદીમાં સ્ટાર ફાસ્ટ બોલર Mustafizur Rahmanનું નામ પણ સમાવવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025ની હરાજીમાં Kolkata Knight Riders (KKR)એ તેને ₹9.20 કરોડમાં ખરીદ્યું હતું. ત્યારબાદ ડિસેમ્બરમાં ભારતમાં મળેલા હિંસાના અહેવાલો વચ્ચે ભારતમાં તેના રમવાનો વિરોધ વધતા, જાન્યુઆરી 2026માં BCCIએ KKRને તેને ટીમમાંથી રિલીઝ કરવાનું નિર્દેશ આપ્યું હતું.
ફ્રેન્ચાઇઝીએ બોર્ડના આ આદેશનું પાલન કર્યુ અને તેને ટિમમાંથી રિલીઝ કર્યું. વિવાદના આંતરરાષ્ટ્રીય અસરો મુસ્તાફિઝુરની રિલીઝ પછી બે બોર્ડ વચ્ચે તણાવ વધ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા અંગે ચિંતાના કારણ બતાવીને T20 વર્લ્ડ કપ 2026માં પોતાની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની માંગણી કરી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાયદાકીય સંસ્થા (ICC)એ નકારી નાંખી હતી. પરિણામે બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયું અને તેના સ્થાને સ્કોટલેંડની ટીમને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવી હતી.