જામનગરમાં દિવાળીના ફટાકડા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળી સાથે જોડાયેલા ત્રણ દિવસ દરમ્યાન ફટાકડાની આતશબાજીની કારણે કુલ 116 આગના નાના-મોટા બનાવો નોંધાયા. જમાનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે શહેરને 9 સેક્ટરમાં વહેંચી ફાયર ફાઇટરો તૈનાત કર્યા અને તમામ સ્થળોએ સમયસર પહોંચી આગ બુઝાવી.
ટીમે ટર્નઆઉટ માટે 1 મિનિટનો સમય રાખ્યો અને મહત્તમ 4 મિનિટમાં ઘટના સ્થળે પહોંચવાનું લક્ષ્યાંક નક્કી કર્યું. આ કામગીરીમાં આશરે 7,50,000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
ફાયર વિભાગની કામગીરી
આયોજન અને તરત પ્રતિસાદ જામનગર મહાનગરપાલિકાના આયોજન હેઠળ કંટ્રોલ રૂમમાં મળેલા કોલ પર રાત-દિવસ ફાયર બ્રિગેડની ટિમે દોડધામ કરી પ્રત્યેક બનાવે ત્વરિત પ્રતિસાદ આપ્યો. શહેરને સેક્ટરાઇઝ કરવામાં આવેલ હોવાથી દરેક સ્થાન પર ઝડપી પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શક્ય બનતી રહી.
પાણી અને ટેન્કર ઉપયોગની વિગતો ફાયર વિભાગે અલગ-અલગ પંપહાઉસોથી પાણીના 125 થી વધુ ફેરા કરીને કુલ લગભગ 7,50,000 લિટર પાણીનો ઉપયોગ કર્યો. મોટાભાગના 101 સ્થળોએ એક ટેન્કરથી આગ બુઝાવી લેવામાં આવી હતી, જ્યારે 15 સ્થળોએ આગ વધારે વિકરાળ હોવાના કારણે 2 થી 3 ટેન્કરોની જરૂર પડી.
વાલસુરા રોડ પર આવેલી રોજી વીડીમાં લાગેલી મોટી આગને જામનગર મહાનગરપાલિકા (JMC)ના 4 ટેન્કર અને INS વાલસુરાના 1 ફાયર ફાઈટર દ્વારા સંયુક્ત પ્રયાસથી કાબૂમાં લઇ લેવામાં આવી હતી.
જાનહાનિ ટાળી
રસ્ક્યૂ અને ઇમરજન્સી પ્રતિક્રિયા રહેણાક મકાનોમાં આગબચાવ કામગીરી દરમિયાન 112 ઈમરજન્સી નંબર પર આવેલા કોલો પર ફાયર ટીમે બે અલગ-અલગ રહેણાક મકાનોમાં લાગેલી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો. સાધના કોલોની ગેટ નંબર 1 નજીક માળે લાગેલી આગમાં ધુમાડા કારણે બેભાન થયેલા શાહનવાઝભાઈ ખીરાને ફાયર જવાનોએ બચાવી 108 એમ્બ્યુલન્સ દ્વારા G.G. હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું માલુમ પડી રહ્યું છે.
ફાયર વિભાગની સમયસર અને સુસજ્જ કામગીરીના કારણે દિવાળીના તહેવારમાં જામનગરમાં મોટી જાનમાલની હોનારત ટળી અને તમામ બનાવોમાં આગ ઝડપી રીતે કાબૂમાં આવી ગઈ.