મોરવા હડફના અગરવાડા પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર, એક્ટિવા પર સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત

મોરવા હડફમાં અકસ્માતની ઘટના

પંચમહાલના મોરવા હડફના અગરવાડા ગામ પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર સંતરામપુર તાલુકાના ડોળી ગામના ત્રણ યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. દિવાળી પૂર્વે બની રહેલી આ ઘટના બાદ ડોળી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

અકસ્માતની વિગત

ઘટનાની વિગત મુજબ, મોરવા હડફથી સંતરામપુર તરફ જતા હાઇવે પર આવેલ અગરવાડા ગામ પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટક્કર એટલી જોરથી થઈ કે એક્ટિવા પર સવાર ત્રણેય યુવાનો સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ પામ્યા.

મૃતકોની ઓળખ

મૃતકોની ઓળખ અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણે જ યુવાનો સંતરામપુરના ડોળી ગામના રહેવાસી અને એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઓળખ પ્રમાણે: કલ્પેશ નવલ રજાત (ઉં.વ.૨૫), ઉમેશ રતન રજાત (ઉં.વ.૨૩), નિર્મલ રમણ રજાત (ઉં.વ.૨૨).

પોલીસ કાર્યવાહી

પોલીસ કાર્યવાહી અને સ્થાનિક પ્રતિક્રિયા: અકસ્માતની જાણ થતા મોરવા હડફ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોનો કબ્જો લેવામાં લીધી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્રણેય યુવાનોના એકસાથે મૃત્યુથી પરિવારજનો અને આખા ડોળી ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે.