એમ.એસ. યુનિવર્સિટીમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ મંજૂર

એમ.એસ. યુનિવર્સિટીમાં ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવવાનું પ્રસ્તાવ રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે મંજૂર કર્યું છે અને પ્રોજેક્ટ માટે સંપૂર્ણ ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાંથી માત્ર એમ.એસ. યુનિવર્સિટી પોતાની પસંદગી થઇ છે.

પ્રોજેક્ટની મંજૂરી અને ફંડિંગ રાજ્ય સરકારે પ્રસ્તાવને લીલી ઝંડી આપી અને સંબંધિત નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રસ્તાવ રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાંથી સબમિટ કરાયેલા પ્રસ્તાવો માંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની જવાબદારી અને જમીન ફાળવણી યુનિવર્સિટીએ થીમ પાર્ક માટે જરૂરી જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા દ્વારા પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પ્રસ્તાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયો છે અને પાર્કનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીની જવાબદારી રહેશે.

થીમ પાર્કના ઉદ્દેશ્યો

થીમ પાર્કના ઉદ્દેશ્યો અને ટેક્નોલોજી પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને ક્લાઈમેટ ચેન્જની અસરો અંગે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. પ્રસ્તાવ પ્રમાણે પાર્કમાં વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેકનોલોજી અને એઆઈ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થનારી અસરોને દર્શાવવામાં આવશે.

ગાંધીનગરમાં પ્રેઝન્ટેશન આથીમ પાર્ક અંગેનું એક પ્રેઝન્ટેશન ગાંધીનગર ખાતે પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્કમાં મુલાકાતીઓને કઈ રીતે માહિતી અને અનુભવ આપવામાં આવશે તેની રૂપરેખા રજૂ કરી હતી.

થીમ પાર્કમાં દર્શાવા માટે દર્શાવાયેલા મુદ્દાઓ ક્લાઈમેટ ચેન્જથી ધરતી પરના તાપમાનમાં થઈ રહેલા ફેરફાર, જળચર સૃષ્ટિ પર અસર, કરોડો વર્ષ પહેલા ક્લાઈમેટ ચેન્જના કારણે નામશેષ થઈ ગયેલી પ્રજાતિઓ, હવામાનમાં ફેરફારથી ખેતી પર થતા બદલાવ, પ્લાસ્ટિક ઉપયોગ અને તેના કારણે ફેલાતી પ્રદૂષણ અને તેનો રીયુઝ, કાર્બન ફૂટપ્રિન્ટ શું છે, અને ક્લાઈમેટ ચેન્જ આધારિત વિવિધ પ્રકારની ગેમ્સનો સમાવેશ થાય છે.

લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી સંશોધનોનો કોઈ અર્થ નથી. વિભાગના દ્રષ્ટિકોણ યુનીવર્સિટીના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ડાયરેક્ટર તથા ગવર્નમેન્ટની એડવાઈઝરી પેનલના સભ્ય ડો. સંસ્કૃતિ મઝુમદારનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જ અંગેના સંશોધનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં સીમિત રહેતા સમાજ પર અસરકારી થાય તે શક્ય નથી. સંશોધનના પરિણામો સમાજ સુધી પહોંચાડવાની જરૂર છે અને આને ધ્યાનમાં રાખીને થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

થીમ પાર્કમાં ટેક્નોલોજીની મદદથી વાતાવરણમાં થઈ રહેલા બદલાવનો મુલાકાતીઓને અનુભવ કરાવવામાં આવશે.