ગ્રેજ્યુએટ્સ માટે સરકારી નોકરી: રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની ભરતી, અમદાવાદમાં 31 જગ્યાઓ

ભારતીય રેલવેમાં સ્ટેશન માસ્ટરની ભરતી

ભારતીય રેલવે દ્વારા વર્ષ 2026 માટે દેશવ્યાપી રીતે ગ્રેજ્યુએટ્સ માટે સરકારી નોકરી તરીકે સ્ટેશન માસ્ટર (Station Master) માટે 1,265 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભર્તી રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા CEN No. 08/2026 હેઠળ નોંધાઈ છે અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો માટે છે.

ગુજરાતમાં RRB અમદાવાદ હેઠળ કુલ 31 જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 રાખવામાં આવી છે. ભરતીની મુખ્ય વિગતો મુજબ સ્ટેશન માસ્ટર પદ માટે કુલ 1,265 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. પગાર-સ્કેલ (7th CPC) અનુસાર લેવલ-6 રહેશે અને પ્રારંભિક બેઝિક પગાર 35,400 સાથે અન્ય ભથ્થાઓ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

શૈક્ષણિક લાયકાત તરીકે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું અનિવાર્ય છે. મેડિકલ સ્ટાન્ડર્ડ A-2 નિર્ધારિત છે. વયમર્યાદા (01.01.2027 મુજબ) 20 થી 33 વર્ષ સુધી છે અને અનામત વર્ગોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે.

જગ્યા વિતરણ

કેતેગરી અનુસાર જગ્યા વિતરણ રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા Corrigendum No. 1 અનુસાર દેશભરમાં કેટેગરી પ્રમાણે જગ્યા વિતરણ નીચે મુજબ છે:

  • જનરલ (UR): 542 જગ્યાઓ
  • OBC (Non-Creamy Layer): 296 જગ્યાઓ
  • SC: 176 જગ્યાઓ
  • EWS: 147 જગ્યાઓ
  • ST: 104 જગ્યાઓ
  • માજી સૈનિકો (ExSM) માટે અનામત: 133 જગ્યાઓ

RRB અમદાવાદ અને ગુજરાતમાં ફાળવણી વેસ્ટર્ન રેલવે (WR) હેઠળ RRB અમદાવાદ માટે કુલ 31 જગ્યા ફાળવવામાં આવેલ છે. અમદાવાદમાં વિતરણ મુજબ:

  • બિનઅનામત (UR): 13
  • OBC: 7
  • SC: 5
  • EWS: 4
  • ST: 2
  • માજી સૈનિકો માટે અનામત: 4

અરજી પ્રક્રિયા

અરજી પ્રક્રિયા અને રેલવેની ચેતવણી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા પદ્ધતિ (CBT) દ્વારા અને માત્ર ઉમેદવારે મેળવેલી મેરિટના આધારે કરવામાં આવશે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે ઉમેદવારોને દલાલો અને અન્ય અસામાજિક તત્વોના પ્રરત્નથી સાવધ રહેવાની સ્પષ્ટ ચેતવણી આપી છે અને ઉમેદવારોને સત્તાવાર RRB પોર્ટલ પરથી જ નિયમો તપાસીને સમયસર ઓનલાઇન અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.