દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન: ગુજરાત કોંગ્રેસે રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદ યોજી

ગુજરાત કોંગ્રેસે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનની શરૂઆત

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે “વોટ બચાવો, દેશ બચાવો” દેશવ્યાપી અભિયાન અંતર્ગત રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદ યોજી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે દેશભરની મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ફોર્મ-6ની જટિલતા વિશે ગંભીર સવાલો ઉઠાવતા ઉચ્ચાર કર્યા અને ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં થયેલા કાયદાકીય ફેરફાર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી.

પત્રકાર પરિષદમાં ઉઠેલા મુખ્ય મુદ્દા ચૌહાણે દાવો કર્યો કે દેશભરમાં મોટાં પ્રમાણમાં મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. તેમની દલીલ મુજબ 30 રાજ્યોમાંથી 13 કરોડથી વધુ નામો દૂર થઈ ગયા છે, જેના કારણે લાખો નવા અને લાયક મતદારો વોટિંગથી બહાર રહી રહ્યા છે.

ફોર્મ-6 વિશે આક્ષેપ અને યુવાન મતદારોનો વંચિત રહેવાનો કથિત પ્રશ્ન સંદર્ભ આપતા તેમણે જણાવ્યું કે ફોર્મ-6માં થેલા ફેરફારોથી ખાસ કરીને 18 વર્ષના યુવાનો માટે અવરોધ ઉભો થયો છે. ચૌહાણે ઉદાહરણ તરીકે જણાવ્યું કે ફોર્મ-6માં એવી માહિતી માગવામાં આવે છે કે ઉમેદવારના માતાપિતાએ કે દાદા-દાદીએ 25 વર્ષ પહેલાં, એટલે કે 2003માં કયા બૂથથી મતદાન કર્યું હતું તે જણાવવાનું કહેવામાં આવે છે, જેનાથી મોટા પાયે યુવાનોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા અંગે ઉઠાવેલા સવાલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે જણાવ્યું કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા લોકશાહીના પાયાનો સ્તંભ છે. તેઓએ જણાવ્યું કે ડિસેમ્બર 2023માં કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં થયેલા ફેરફારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચવેલી સમિતિમાંથી સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને બહાર રાખીને કેબિનેટ મંત્રીને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે ગંભીર સંકટ ઉભું થયું છે.

કોંગ્રેસની માગણીઓ મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવા, ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયાને પારદર્શક બનાવવા, કાયદામાં થયેલા ફેરફારો પર પુનર્વિચારો અને જેમણે ખોટું કર્યું છે તેમવિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા, અને ચૂંટણી પ્રક્રિયામાં ગડબડી ન થાય તે માટે ફરીથી બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરવાની માંગ છે.

આંદોલનનું આયોજન અને સમયસૂચી આભારતવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ઓક્ટોબર: દેશમાં રાષ્ટ્રવ્યાપી પત્રકાર પરિષદની શરૂઆત. 1 નવેમ્બર: દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિશાળ રેલીનું આયોજન. સમગ્ર ગુજરાતમાં વોટ રક્ષકોની નિમણૂક કરાશે અને બૂથદીઠ ‘ચોપાલ મીટીંગો’ યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે.