માર્ક ઝકરબર્ગને ફટકો: Meta પર 2.36 લાખ કરોડ રૂપિયાનો દંડ
ન્યૂ મેક્સિકો કોર્ટે ડેટા પ્રાઈવેસી ભંગ મામલે ફેસબુક-ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Meta પર $25 બિલિયનનો દંડ ફટકાર્યો છે. તે દંડ ભારતીય મુદ્રા મુજબ આશરે 2.36 લાખ કરોડ રૂપિયા જેટલો ગણવાયો છે. કેસ 2021માં દાખલ કરવામાં આવ્યો હતો અને આ દંડ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું ઠહારવામાં આવી રહ્યો છે.
મુકદમાની પૃષ્ઠભૂમિ અને આરોપ ન્યૂ મેક્સિકોએ દાવો કર્યો હતો કે 2021માં Meta યુઝર્સની ડેટા સલામતી અંગે પુરતી માહિતી આપ્યા વગર યુઝર્સને અંધારામાં રાખી હતી અને વ્યાપક પ્રમાણમાં થર્ડ‑પાર્ટી એપ્લિકેશન્સને યુઝર્સની અંગત માહિતી સુધી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે કંપની તેના ડેટા સુરક્ષા દાવાઓને જાળવી રાખતી રહી જ્યારે વાસ્તવમાં પ્રાયોગિક રીતે માહિતી વહેંચવામાં આવી હતી.
કેમ્બ્રિજ એનાલિટિકા કનેક્શન આ વિવાદને 2016ની અમેરિકન ચૂંટણી અને 2018ના કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ સાથે જોડવામાં આવ્યું છે. તે સમયે લગભગ 8.7 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને ચૂંટણી માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.
કોર્ટનો નિણર્ભ અને દંડનું હિસાબ કોર્ટની તપાસમાં Meta સામે રજુ કરવામાં આવેલા 29 દાવાઓમાંથી 26 દાવા ભ્રામક સાબિત થયાં હોવાનું આપવામાં આવ્યું છે. કાયદા મુજબ દરેક ઉલ્લંઘન દીઠ મહત્તમ 5,000 ડોલર સુધીનો દંડ લાગુ પડી શકે છે અને કોર્ટે કંપનીને આશરે 4.39 કરોડ નિયમભંગ માટે દોષિત ગણાવ્યું છે.
આ તમામ નિણયો અને હિસાબને આધારે કોર્ટે 21 ઓક્ટોબર-2026 ના રોજ Meta માટે કુલ $25 બિલિયનનો દંડ નક્કી કર્યો. Metaનો જવાબ અને આગળની કાર્યવાહી Metaએ કહ્યું છે કે તેમણે જાણીજોઈને કોઈને ગેરમાર્ગે દોર્યું નથી અને આ દંડ ગેરવાજબી છે. કંપનીએ આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાની જાહેરાત કરી છે.