જામજોધપુર પંથકમાં પોતાની વાડીમાં સોયાબીન કાપતા ખેડૂતો પર મધમાખીઓના હુમલાથી મૃત્યુ

જામજોધપુરમાં મધમાખીઓના હુમલો

જામનગર: જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપતી વખતે મધમાખીઓના ઝૂંડે હુમલો કરી હતી, જેમાં એક ખેડૂતનું મૃત્યુ થયું છે. ઘટનાની વિગત શેઠવડાળા ગામના અરવિંદભાઈ મગનભાઈ ડઢાણિયા (ઉં.વ. 68) તા. 20 ઑક્ટોબરના રોજ સવારના આશરે 9 વાગ્યે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક મધમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું અને તેમને શરીર પર અનેક ડંખ લાગ્યા. ત્યારે નજીકના લોકો તેમને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી પછી તેમને મૃત જાહેર કર્યું.

પોલીસની કાર્યવાહી આ બનાવ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકુદરતી મૃત્યુની નોંધવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એન. આસાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.