PM મોદીએ 3 દુશ્મનોની ઓળખ કરી
વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી 2026ના દશેરા પર્વની સંધ્યાએ દિલ્હીના આઈપી એક્સ્ટેન્શન સ્થિત DDA ઉત્સવ ગ્રાઉન્ડમાં રાવણ દહન કર્યું અને દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાની ભાષણમાં દેશની એકતા, માન-સન્માન અને સંસ્કૃતિ સામે પડકારરૂપ એવા ત્રણ મુખ્ય ‘દુશ્મન’ ઓળખ્યાં અને કહ્યું કે, ‘આમની સામે મળીને લડવું પડશે.’
રાવણ દહન અને દશેરાનું મતલબ વિજયાદશમીની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે દશેરા અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક છે અને ભગવાન રામના આદર્શો પર ચાલવાથી રામ રાજ્ય સ્થાપિત થઇ શકે છે. તેઓએ રામ રાજ્યનો વર્ણન એવું કર્યું કે ત્યાં કોઈ સાથે ભેદભાવ ન હોય, સૌને ન્યાય મળે અને દરેકને આગળ વધવાની સમાન તક મળે.
પીએમ દ્વારા જણાવાયેલા ત્રણ મુખ્ય દુશ્મનો દેશના માન‑સન્માનને નુકસાન પહોંચાડતી તાકાતો, સમાજમાં કૂટ અને વિભાજન ઊભું કરનારા લોકો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતા છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ પ્રકારના પડકારોનો સામનો દેશવાસીઓને એકજ થઇને કરવો પડશે.
જનકલ્યાણ અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા પીએમ મોદીએ રામ રાજ્ય સંદર્ભે જણાવ્યું કે સત્તાનો મુખ્ય હેતુ જનકલ્યાણ છે અને ગરીબો અને વંચિતોની સેવાને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો, મહેનત અને દેશના પોતાના સાધનો પર ભરોસો રાખવાની ઝરૂરિયાત પર પણ ભાર મૂક્યો.