ફ્રી રેન્ટિંગ કે ફ્રોડ?
નવરાત્રિ દરમિયાન ઓનલાઈન કપડાં ખરીદી જઈને તે પહેરીને પછી પરત કરીને રિફંડ મેળવવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. યુવાનો ગરબા માટે ખાસ કપડાં ઑર્ડર કરીને ફોટા અને રીલ્સ બનાવે છે અને તહેવાર પૂરા થતાં જ તે કપડાં પરત કરી રિફંડ મેળવે છે. આ પ્રથાને ઈ-કોમર્સ અને રિટેલની દુનિયામાં ‘Wardrobing’ અથવા ‘ફ્રી રેન્ટિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.
વોર્ડરોબિંગ એટલે શું?
‘વોર્ડરોબિંગ’ એ એવી પ્રથા છે જેમાં ગ્રાહક ઓનલાઇન કપડાં ખરીદીને નવરાત્રિના 9 દિવસમાં ચોક્કસ એક ફંક્શન માટે, બહેતર દેખાવ માટે પહેરી લે છે અને પછી પેકેજ પરત કરીને રિફંડ લઈ લે છે. ઘણા યુવાનો ગરબા રમવા માટે કપડા પહેરીને ફોટા અને રીલ્સ બનાવતા હોય છે અને ત્યારબાદ તે વસ્તુઓ પરત કરતી વખતે રીટર્ન પોલિસીને ઉપયોગમાં લેતા હોય છે.
વેપારીઓને થતા નુકસાન
વેપારીઓ અને નાના રિટેલર્સ જાણવે છે કે વપરાયેલા કપડાં ફરીથી ‘નવા’ તરીકે વેચી શકાય તેવા રહેતા નથી. જો કપડાં પર ડાઘ પડે, સિલાઈ બગડે કે તે ઘસાઈ જાય તો તે માલ બીજા ગ્રાહકને નવા માલની જેમ આપી શકવાની સ્થિતિમાં રહેતો નથી. પ્લેટફોર્મ પર રિટર્ન આવ્યા બાદ વેપારીએ રિટર્ન ફી, કુરિયર ચાર્જ અને પેકિંગનો ખર્ચ ભોગવવાનો હોય છે, જે નાના વ્યવસાયો માટે મોટો ચાર્જ બની રહે છે.
ગ્રાહકોના અધિકાર અને જવાબદારીઓ
ઓનલાઇન ખરીદીમાં રિટર્ન પૉલિસી ગ્રાહકોની સગવડ માટે છે. જો પ્રોડક્ટમાં ખામી હોય, સાઈઝ ખોટી હોય અથવા રંગ-ડિઝાઇનનું ફેરફાર હોય તો રિટર્ન કરવું ગ્રાહકનું 100% અધિકાર છે. છતાં, જો કોઈ વ્યક્તિ માત્ર 1 દિવસના ફંક્શન માટે કપડાં ખરીદી તેનો ઉપયોગ કરીને પછી તેને પરત કરે તો તે રિટર્ન સુવિધાનો દુરૂપયોગ કહેવાય છે.
ચર્ચા અને સૂચન
નવરાત્રિના આ 9 દિવસોમાં દરેક વ્યક્તિ અલગ દેખાવ ઇચ્છે છે, પરંતુ રિટર્ન પોલિસીની દુરુપયોગની બાબતમાં ખરીદદારોની જવાબદારી અને વ્યવસાયોનો નાણાકીય રક્ષણ બંને પર ધ્યાન આપવું જરૂરી છે. ખરીદી કરતા પહેલા પરત કરવાની શરતો ધ્યાનથી વાંચવી અને આ સુવિધાનો ઈમાનદારીથી ઉપયોગ કરવો જોઈએ.