વંદે ભારતનું મેજર રીપેરિંગ હવે સાબરમતીમાં
અમદાવાદના સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 307 કરોડ રૂપિયાના ખર્ચે વંદે ભારત ટ્રેન્સેટ માટે આધુનિક મેઇન્ટેનન્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સુવિધા બની જવાથી 24 કોચની વંદે ભારત ટ્રેનનું મેજર રિપેરિંગ અને નિયમિત મેન્ટેનન્સ સાબરમતીમાં જ થઇ શકશે.
પ્રોજેક્ટ ફેઝ-2 હેઠળ ગોઠવાણી કરવામાં આવી રહી છે અને નિર્ધારિત આયોજન મુજબ SS-I મેઈન્ટેનન્સ આશરે 30 દિવસમાં અને SS-II મેઈન્ટેનન્સ આશરે 45 દિવસમાં પૂર્ણ થશે. આ આધાર પર વાર્ષિક આશરે 12 રેકનું SS-I અથવા 8 રેકનું SS-II મેઈન્ટેનન્સ શક્ય બનશે.
પ્રોજેક્ટનો હાલનો અવસ્થા પ્રોજેક્ટના કેટલાક મુખ્ય માળખાંનું બાંધકામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને અન્ય કામગીરી પ્રગતિમાં છે. હબમાં હેવી રિપેર શેડ, વ્હીલ કેર શેડ, વિવિધ સેક્શન શેડ, ટૅન્ડમ વ્હીલ લેથ શેડ, ડ્રોપ પિટ અને રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સહિતની સુવિધાઓ ગોઠવાઈ રહી છે.
મેઈન્ટેનન્સ સમયસીમા અને ક્ષમતા પ્રોજેક્ટ હેઠળ 24 કોચની ટ્રેનસેટ માટે SS-I (સોફ્ટ શેડ્યૂલ-1) અને SS-II (સોફ્ટ શેડ્યૂલ-2) પ્રકારની મેઈન્ટેનન્સ સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે. નિર્ધારિત આયોજન મુજબ એક 24 કોચની ટ્રેનનું SS-I મેઈન્ટેનન્સ આશરે 30 દિવસમાં અને SS-II મેઈન્ટેનન્સ આશરે 45 દિવસમાં પૂર્ણ કરી શકાશે.
વ્હીલ કેર શેડ અને મશીનો વ્હીલ કેર શેડનું બાંધકામ 75 મીટર × 40 મીટર વિસ્તારમાં પૂર્ણ થયું છે. ત્યાં પૈડાં અને એક્સલની ઓવરહોલિંગ, રિસર્ફેસિંગ તથા ટર્નિંગ જેવી કામગીરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સ્થાપિત થયેલા મુખ્ય મશીનોમાં સામેલ છે: CNC સરફેસ વ્હીલ લેથ, CNC એક્સલ ટર્નિંગ લેથ, ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીન, હાઇડ્રોલિક વ્હીલ પ્રેસ.
હેવી રિપેર શેડ અને લાઈનો હેવી રિપેર શેડનું બાંધકામ આશરે પૂર્ણ થયું છે; તેનું કદ 322 મીટર લાંબું અને 25 મીટર પહોળું છે. શેડમાં બે મેઈન્ટેનન્સ લાઇનો બનાવવામાં આવી છે. એક લાઇનમાં સિન્ક્રોનાઇઝ્ડ પિટ જેટની મદદથી કોચને ઊંચી કરીને બોગી બહાર કાઢવાની સુવિધા રહેશે અને બીજી લાઇનમાં કોચના આંતરિક ભાગો, પેસેન્જર સુવિધાઓ, બ્રેક સિસ્ટમ અને અન્ય વિદ્યુત ઉપકરણોની જાળવણી અને રિપેરિંગનો કાર્ય થશે.
ટ્રેનનાં ટેકનિકલ ઉપકરણોની સર્વિસ સુવિધા વિવિધ સેક્શન શેડનું કદ 322 મીટર × 20 મીટર છે જ્યાં ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર, ઓક્ઝિલરી કન્વર્ટર, પેન્ટોગ્રાફ અને રૂફ-માઉન્ટેડ પેકેજ યુનિટ (RMPU) જેવા ઉપકરણોને ખોલવા, સમારકામ કરવા અને ફરીથી એસેમ્બલ કરવા માટે વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.
ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિકલ સુવિધા પ્રોજેક્ટમાં ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ આગળ વધ્યું છે. ચાર સ્ટેબલિંગ લાઇન પર કુલ 2,547 મીટર રેલ લિંકિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે જ 30 મીટર × 20 મીટર કદની ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન (ESS) બિલ્ડિંગનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આધુનિક મશીનરી અને ટેકનિકલ સુવિધાઓ કાર્યરત થતા સાબરમતી હબથી વંદે ભારત ટ્રેનસેટના મેઈન્ટેનન્સની ક્ષમતા વધશે અને ટ્રેનોની જાળવણી વધુ વ્યવસ્થિત રીતે થઇ શકશે.