અમદાવાદ: દશેરા પહેલાં ફાફડા-જલેબીના વેપારીઓને તાકીદ, ભેળસેળ કરાશે તો લાઇસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરાશે

દશેરા પૂર્વે ફાફડા-જલેબી વેપારીઓને કડક સૂચનાઓ

દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા, જલેબી અને અન્ય તળેલી નાસ્તાની માગ વધતા કોર્પોરેશનના ખાદ્ય સુરક્ષા વિભાગે વેપારીઓને કડક સૂચનાઓ આપી છે. તંત્રનું કહેવું છે કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે નોટિસ, દંડ અને લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

વાસી ખોરાક, અસ્વચ્છતા અને ભેળસેળ જેવી સમસ્યાઓ સામે તંત્ર સક્રિય બન્યું છે. કોર્પોરેશનની ચેતવણી ખાદ્ય સુરક્ષા વિભાગે ફાફડા-જલેબી વેચનારાઓને નિયમોનું કડક રીતે પાલન કરવા માટે ચેતવણી આપી છે. દશેરા તહેવાર સમયે વેચાણ વધવાને કારણે ગ્રાહકોને ગુણવત્તાસભર અને સલામત ખાદ્ય પદાર્થો પૂરા કરવાના દ્રષ્ટિકોણથી તંત્ર સક્રિય રહેશે.

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા

ખાદ્યપદાર્થો માટે ખાસ સૂચનાઓ ફાફડા બનાવવા માટે વપરાતા ચણાના લોટમાં અનધિકૃત ભેળસેળથી બચવાની ખાસ હિવાલો આપવામાં આવી છે. કોર્પોરેશનની સૂચના અનુસાર ફાફડા માટે ચણાના લોટમાં મકાઈ, ચોખા, વટાણા કે ખેસારીનો લોટ અઘોષિત રીતે ભેળવવો નહીં જોઈએ. આ ઉપરાંત ખોરાકમાં વપરાતા ઘટકો વિશે ગ્રાહકોને સાચી માહિતી આપવી જરૂરી છે.

તેલ અને ઘીની ગુણવત્તા તળેલી વાનગીઓ માટે વારંવાર તેલનો ફરી ઉપયોગ ન કરવા તથા જીવિક અને આરોગ્ય જોખમ ઊભો ન થવા તે બાબતમાં સૂચના આપવામાં આવી છે. નિર્દેશ અનુસાર તળવાના તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. તેમજ જો કોઇ ખાદ્ય પદાર્થ શુદ્ધ ઘીમાં બનાવવાનો દાવો કરે તો તે દાવો હકીકત અને પુરાવા આધારિત હોવો જોઈએ.

સ્વચ્છતા અને સલામતી

સ્વચ્છતા અને સંભાળ ખાદ્યપદાર્થોની તૈયારીની જગ્યાઓ, રસોડાં, વાસણો અને પીરસવાની જગ્યા સ્વચ્છ અને ઢંકી રાખવાની સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને ખોરાકને ધૂળ-કણો તથા જીવજંતુઓથી સુરક્ષિત રાખવું જરૂરી છે. ફાફડા-જલેબી સાથે જોડાયેલ ચટણી, કઢી અને પપૈયાની છીણ જેવી સામગ્રીઓને સ્વચ્છ રીતે તૈયાર કરી ઢંકીને રાખવાની પણ સૂચના છે.

વાસી કે દુર્ગંધયુક્ત ખોરાકનું વેચાણ રોકવામાં આવશે. લાયસન્સ અને કાયદેસરની કાર્યવાહી ખાદ્ય ઉત્પાદન અને વેચાણ કરતી દુકાનોએ માન્ય FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન રાખવું આવશ્યક છે. લાયસન્સની શરતોનું ઉલ્લંઘન જોવામાં આવશે તો સંબંધિત એકમ દ્વારા નોટિસ, દંડ, લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની અને અદાલતી કાર્યવાહી કરવાની કાર્યવાહી થઈ શકે છે.

ગ્રાહકો માટે સૂચનો ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે શંકા હોય તો ગ્રાહકોને ખરીદીનું બિલ, તારીખ અને પેકિંગની વિગતો સાચવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. ભેળસેળ અથવા શંકાસ્પદ ખાદ્ય પદાર્થ દેખાય તો સ્થાનિક ખાદ્ય સુરક્ષા વિભાગ અથવા FSSAIના ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ કે એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. તહેવાર દરમિયાન વેચાણ વધતા વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે સમજૂતી ન કરે તે સુનિશ્ચિત કરવુ જરૂરી રહેશે.