છોટા ઉદેપુરમાં રાજકીય ગરમાવો
છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યા છે. ગ્રામ પંચાયતના 12 જેટલા વોર્ડ સભ્યોોએ ભાજપ પ્રેરિત સરપંચ મેહુલ તડવી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત તલાટી કમ મંત્રી સમક્ષ સોંપી છે. સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ વિકાસ કાર્યોમાં નિષ્ક્રિય રહ્યા છે અને તેથી વોર્ડના લોકઉપયોગી કામો અટકી ગયા છે.
સભ્યોએ એકસંગ થઈ રજૂ કરેલી અરજીએ સ્થાનિક પંચાયત વાતાવરણમાં ચર્ચાઓ શરૂ કરી દીધી છે. આ અંગે તલાટીએ જણાવ્યું છે કે સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લઈને આગામી 15 દિવસની અંદર પંચાયતની ખાસ બેઠક બોલાવી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
અવિશ્વાસની દાવપેચ સામે પ્રતિક્રિયા આપતા સરપંચ મેહુલ તડવીએ જણાવ્યું છે, “મને જેલ થાય તો ભલે થાય પણ હું ખોટા કામ તો નહીં કરવા દઉં.” સરપંચની આ ટિપ્પણી સૂત્રોએ સંદર્ભ આપીને પ્રકાશિત કરી છે.
સંબંધિત વિડિયો અને સોશિયલ મીડિયાwww.instagram.com