EPFOનો મોટો નિર્ણય: PFમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડવા પર રોક, નવો નિયમ અને નવી લિમિટ લાગુ!

EPFO PF પૈસા ઉપાડવા નિયમમાં ફેરફાર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફ ખાતામાંથી એડવાન્સ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે અલગ હેતુઓ માટે ઉપાડની ચોક્કસ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. EPFOએ જણાવ્યું છે કે આ નિયમો સભ્યોને નાણાકીય મુશ્કેલીમાંથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.

નવા નિયમોનું સારાંશ

નવા નિયમોનું સારાંશ EPFOએ એડવાન્સ ઉપાડને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચીને મર્યાદાઓ નિર્ધારિત કરી છે: આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત જરૂરીયાતો અને સ્પેશિયલ કન્ડિશન (કેટેગરી 3). દરેક કેટેગરી માટે ઉપાડ કરવાની ગણતરી સભ્યપદની અવધિ દરમિયાન ગણાશે.

પ્રતિ કેટેગરી ઉપાડની મર્યાદાઓ

  • શિક્ષણ: શિક્ષણ સંબંધિત ખર્ચ માટે સભ્ય પોતાની ઈપીએફ સભ્યપદની અવધિ દરમિયાન વધુમાં વધુ 10 વાર ઉપાડ કરી શકે છે.
  • લગ્ન પ્રસંગ: લગ્ન સંબંધિત ખર્ચ માટે સભ્ય પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 5 વાર પીએફમાંથી એડવાન્સ ઉઠાવી શકે છે.
  • ઘર સંબંધિત ખર્ચ: ઘર કે ફ્લેટ ખરીદી, ઘરના નિર્માણ, હોમ લોન રિપેમેન્ટ અને ઘરના રિનોવેશન જેવા ખર્ચ માટે સભ્યો પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 5 વાર ઉપાડ કરી શકશે.
  • મેડિકલ ખર્ચ: કેટેગરી 1 હેઠળ આવશ્યક મેડિકલ જરૂરિયાતો માટે પીએફમાંથી ઉપાડ કરવા માટે કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
  • સ્પેશિયલ કન્ડિશન (કેટેગરી 3): આ કેટેગરી હેઠળ વર્ષમાં વધુમાં વધુ 2 વાર પીએફમાંથી નાણાં ઉપાડી શકાશે.

અન્ય શરતો

EPFOએ જણાવ્યુ છે કે આ નવું ફ્રેમવર્ક સભ્યોને અલગ-અલગ હેતુઓ માટે પીએફ બચતનો ઉપયોગ કેટલી વાર કરી શકાય તે સ્પષ્ટ કરે છે અને તેનાથી અનિયમિત રીતે વારંવાર પૈસા ઉપાડતા રહેવાની પરિસ્થિતિને નિયંત્રિત કરવા મદદ કરશે. સભ્યપદ પૂર્ણ થયા પછી EPFOએ કહ્યું છે કે સભ્યપદના 12 મહિના પૂર્ણ થયા પછી કર્મચારી પોતાના પીએફ બેલેન્સમાંથી વ્યાજ સાથે 75 ટકા રકમ ઉપાડી શકે છે.